Hun To Bolish : હું તો બોલીશ : તાંત્રિકનો ખેલ ખતમ !
Hun To Bolish : હું તો બોલીશ : તાંત્રિકનો ખેલ ખતમ !
આજે કાળી ચૌદશ આજના દિવસને કાલરાત્રી મહારાત્રી કે મંત્ર રાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે યંત્ર-તંત્ર અને મંત્રની ઉપાસનાને પણ શ્રેષ્ઠ માનવામાં આવી છે. જેથી આજના દિવસે તાંત્રિકો અને યંત્ર-મંત્ર અને તંત્રના ઉપાસકો દ્વારા શક્તિ સ્વરૂપા મહાકાળીની પૂજા કરવાની પણ એક વિશેષ પરંપરા જોવા મળે છે.
કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરી ને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરકચતુર્દશી પડેલું છે.
સામાન્ય રીતે કાળી ચૌદશની રાત એટલે અંધશ્રદ્ધા, ડર અને ભૂત-પ્રેતની માન્યતાઓ સાથે જોડાયેલી રાત.....લોકો આ દિવસે સ્મશાનમાં જવાનું ટાળે છે, પરંતુ મહેસાણાના પરા વિસ્તારમાં આવેલ મનુભાઈ મફતલાલ પટેલ નિજધામ સ્મશાનગૃહમાં આ માન્યતાને તોડવા માટે વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી આવે છે.....આ સ્મશાન અંધશ્રદ્ધા સામે શ્રદ્ધાનો પ્રકાશ ફેલાવતું કેન્દ્ર બન્યું છે....અહીં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાય છે....જેને જોવા માટે મહેસાણા શહેરના લોકો, બાળકો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થાય છે.....આ કાર્યક્રમ માત્ર આનંદ માટે નથી....પરંતુ સમાજમાંથી કાળી ચૌદશ સાથે જોડાયેલી અંધશ્રદ્ધાઓને દૂર ભગાડવા અને સ્મશાનને પવિત્ર અને શાંતિપૂર્ણ સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે એક અનોખો પ્રયાસ છે....આ અનોખા કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાથી થાય છે....ત્યારબાદ, આખું સ્મશાનગૃહ ઝગમગી ઉઠે છે અને ભવ્ય આતિશબાજીના દ્રશ્યો સર્જાય છે....કાળી ચૌદશની રાત્રે 'તાંત્રિક વિધિ' કે 'ભૂત-પ્રેત' નહીં, પણ અહીં સૌ કોઈ એકઠા થઈને અંધશ્રદ્ધા સામે જાગૃતિનો દીવો પ્રગટાવે છે.....





















