Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
આસ્થામાં જબરજસ્ત શક્તિ છે, પ્રચંડ શક્તિ છે, અને શક્તિ વધુ એકવાર સાબિત થઈ છે. ગઈકાલે ટીમ ઈન્ડિયા વિશ્વકપ જીતી, ટી-20નું જે સ્ટેડિયમ છે એના જ કેમ્પસની અંદર બજરંગબલી એટલે કે હનુમાન દાદાનું મંદિર છે. મેચના આગલા દિવસે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દર્શન કરવા ગયા હતા બજરંગબલી દાદાના અને કપ જીત્યા બાદ જય શાહ, આઈસીસીના અધ્યક્ષ, હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર, આ ત્રણેય ટ્રોફી લઈને જાય છે, દાદાના ચરણોમાં વંદન કરે છે. આ શક્તિ આધ્યાત્મિકતાની છે, આ શક્તિ વિશ્વાસની છે અને એ વિશ્વાસ અંદરથી નીકળે છે. આ આત્મવિશ્વાસ અંદરથી સ્ફુરે છે અને એ આત્મવિશ્વાસ કુદરત અપાવે છે. આપણે કહીએ છીએ કે નવું જનરેશન આ બધામાં નથી માનતું, પણ જે પ્રકારે જીત બાદ પણ નવા જનરેશનના ક્રિકેટરો છે, ટ્રોફી સાથે જાય છે, એ જ રાત્રે જાય છે, એ બતાવે છે નવા જનરેશનને પણ એ શક્તિમાં આસ્થા છે. અંધશ્રદ્ધા અલગ છે અને શ્રદ્ધા અલગ છે. જ્યારે શ્રદ્ધા હોય છે ને અંદરથી, ત્યારે તમને અંદરથી પ્રચંડ શક્તિ મળે છે અને કુદરત શક્તિ આપે છે. આપનો આ દીકરો 365 દિવસ, 1795, 97 અઠ્ઠાનુ 99 દિવસ આ કાર્યક્રમ કરે છે અને એનું કારણ પણ મારી પણ તો આસ્થા હશે. મારી આસ્થા આજ દાદામાં છે અને ત્યાંથી શક્તિ મળે છે. આ હું કોઈ ચમત્કારની વાત નથી કરતો, કોઈ શ્રદ્ધાની વાત નથી કરતો, પણ જ્યારે અંદરથી આસ્થા રાખીએ છીએ ને, ત્યારે કુદરત તમને સાથ આપે છે. એ કુદરત રોનક જેવા નાગરિકોને પણ આપે છે અને કુદરત સાથ ટીમ ઈન્ડિયાને પણ આપે છે.






















