Hun To Bolish : હું તો બોલીશ : સમાજમાં DJનો ડખ્ખો
આ બંધારણ વાળાને મારો બંદૂકની ગોળી... ડીજેમાં વાગતા આ ગીતે સર્જ્યો વિવાદ...
આ ગીત વાયરલ થયું... વીડિયો 3 ફેબ્રુઆરીનો પાટણના ઉંદરા ગામનો છે.. જ્યાં જોગણીમાની સ્થાપનાને 2 વર્ષ પૂરા થતા ઉત્સવ મનાવવામાં આવ્યો...જો કે વીડિયો વાયરલ થતાં પ્રમુખ ઈશ્વર સિંહ પરમારે ગીતની નિંદા કરી અને ગીત ગાનાર સામે કાયદેસર કાર્યવાહીની માગ કરી.... તો વિવાદ થયા બાદ ડીજેમાં ગીત ગાનાર સુનિલ ઠાકોરનો માફી માંગતો વીડિયો પણ સામે આવ્યો... સુનિલ ઠાકોરના મતે બંધારણ વિષે થોડું ભૂલથી ગવાઈ ગયું હતું... ઠાકોર સમાજની માફી માગી..
Hun To Bolish : હું તો બોલીશ : સમાજમાં DJનો ડખ્ખો
વાવ થરાદ જિલ્લાના ભાભર ખાતે આજે સાંસદ ગેનીબેન ઠાકોર અને મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં સામાજિક બેઠક મળી... જેમાં દિયોદરમાં આવેલી ઠાકોર સમાજની જમીનના વેચાણને લઈને સર્વાનુમતી સધાઈ હતી તેમજ દારૂ બંધી માટે દરેક ગામોને પહેલ કરાઈ હતી અને બંધારણના નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સમિતિઓની રચના કરાઈ....જોકે બેઠકમાં ડી જે નો મુદ્દો ચર્ચાતા સંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે ડીજેવાળી વાત તો કરવાની જ નથી.. એમાં કોઈ જ ફેરફાર કરવાનો જ નથી,16 મુદાઓ જે થયા એ પાકા જ છે...2027 પહેલા આમાં હું વ્યક્તિગત સમાજ વતી કહું છું કે કોઈ ફેરફાર નહિ જ થાય....
ડીજે વિવાદ બાદ ગુજરાતી કલાકાર અને અભિનેતા વિક્રમ ઠાકોરનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું.. આગેવાનો એવું કહેતા હોય કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુદશે, અને દારૂ પીશે પરંતુ ઢોલ વગાડશે એ પણ દારૂ પીશે અને ઝઘડો કરશે..
ડીજે બંધ કરવાથી સુધારો આવશે એ વસ્તુ ખોટી હોવાની વાત વિક્રમ ઠાકોરે કરી... અહીં હું ડીજે બંધ નહીં થવા દઉં ડીજે તો ચાલુ જ રહેશે.. બંધ કરાવવા આવે તો પહેલા મને જાણ કરજો.. આ વાત ગાંધીનગરના નજીકના ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં કરી...
DJને લઈ ચાલી રહેલા વિવાદમાં રાધનપુર ઠાકોર સમાજના આગેવાન દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોર પર પ્રહારો કર્યો... વિક્રમ ઠાકોરને મર્યાદામાં રહેવાની ચેતવણી આપી.. પાટણમાં પ્રોગ્રામ કરવા વિક્રમ ઠાકોરને પડકાર આપ્યો... વિક્રમ ઠાકોરે સમાજના છોકરા બગડે તેવી ફિલ્મી બનાવી હોવાનો પણ આરોપ લગાવ્યો..
સુરેન્દ્રનગરના શંખેશ્વરમાં પાટડી–દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બાબતે સમારોહ યોજાયો.. સમાજના બંધારણમાં વ્યસન મુક્તિ, કુરિવાજો બંધ, ખોટા ખર્ચ અને દેખાડા પર રોક જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ... ધારાસબ્ અલ્પેશ ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનો હાજર રહ્યા...
અલ્પેશ ઠાકોરે ડી.જે વિવાદનો બેસીને રસ્તો કાઢવાની વાત કરી... બંધારણનો કડક અમલ એ કડક કાર્યવાહી ન હોવાની વાત કરી... અને લોકો અંતરીક્ષ સુધી પહોંચી ગયા અને આપણે ડીજેની વાત કરીએ છીએ...























