Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
બનાસકાંઠાના દાંતા ખાતે કોંગ્રેસ દ્વારા નીટ કૌભાંડ અને વિદ્યાર્થીઓના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ દરમિયાન જાહેર માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે દરમિયાનગીરી કરીને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.જોકે અટકાયત દરમ્યાન ઝપાઝપી મા ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા પોલીસને ગંદી ગાળો બોલવાનો વિડિઓ વાયરલ થતા જનસેવક સામે રોષ જોવા મળ્યો હતો..
વી ઓ.. થોડા દિવસ અગાઉ દાંતા ખાતે કોંગ્રેસ દ્વારા નીટ કૌભાંડ અને વિદ્યાર્થીઓના હિતના મુદ્દે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા.વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ જાહેર માર્ગ પર ધરણા બેસી હાઇવે જામ કર્યો હતો, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો અને સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા.
કાર્યકરો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું પૂતળું દહન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે દરમિયાનગીરી કરીને કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. બાદમાં પોલીસ દ્વારા તેમને સ્થળ પરથી દૂર ખસેડવામાં આવ્યા હતા.તે દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વિડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી અપશબ્દો બોલતા સંભળાતા હોવાના વિડિઓ વાયરલ થયા હતા .ત્યારે દાંતા ખાતે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રાફિક જામ, પોલીસ કાર્યવાહી અને અટકાયતને લઈને ધારાસભ્ય દ્વારા અપશબ્દો ના ઉપયોગ ને લઇ સમગ્ર ઘટનાક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો.