શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ સંબંધ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ સંબંધ

સુરતના બહુ ચર્ચિત તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પરિવારે પૂનમ ભદોરિયા નામની એક મહિલા બ્લેકમેલ કરતી હોવાના આરોપ સાથે પોલીસમાં ફરિયાદ કરી.. ઉમરા પોલીસે પરિવારની ફરિયાદના આધારે પૂનમ ભદોરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી.. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે તુષાર ઘેલાણીએ પૂનમ ભદોરિયા સાથે પંદરેક વર્ષથી અનૈતિક સંબંધ હોવાનું પોતાની દીકરીને જણાવ્યું હતું. પૂનમ ભદોરિયા તેમનું આર્થિક અને માનસિક શોષણ કરતી હતી. સમાજમાં બદનામ કરવાની ધમકી આપતી હતી. પૂનમ ભદોરિયાની સ્કૂલમાં 50 ટકા ભાગીદારી અને 1 કરોડની બે દુકાનો પણ તેના નામે કરી હોવાનું ખુલ્યું છે. દીકરીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે પોતાની બહેન સાથે પૂનમ ભદોરિયાને સમજાવવા ગઈ તો તેણે એવી ધમકી આપી હતી કે તારા પિતાને કહી દેજે જો મિલકતમાં ભાગ નહીં આપે તો તેમનું જીવવું હરામ કરી દઈશ. મારા પપ્પા તેની ચૂંગાલમાંથી છુટવા માંગતા હતા પણ પૂનમ તેમને બદનામીની ધમકી આપતી હોવાની ફરિયાદ પણ દીકરીએ કરી છે. 

મોડેલ કેસ

પ્રેમના નામે કેવી છેતરપીંડી ચાલે છે તેનો વધુ એક કિસ્સો સુરતમાં બન્યો છે. એક મોડેલ અને વેપારીએ સામ-સામે એક બીજા પર આરોપો લગાવ્યા છે. મોડેલ કે જે વેપારીની પૂર્વ પ્રેમિકા પણ રહી ચુકી છે તેણે આરોપ લગાવ્યો છે કે મિતેશ જૈન સોશ્યલ મિડિયા પર તેમના અંગત ફોટા અને રિલ્સ મુકી તેને માનસિક ત્રાસ આપે છે. તેનું સતત શોષણ કરે છે. એસિડ એટેક અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. યુવતીનો આરોપ છે કે મિતેશ જૈન 2018થી તેને માનસિક ત્રાસ આપી રહ્યો છે.. મિતેશ માથાભારે છે અને અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. યુવતીએ અલથાણ પોલીસ સ્ટેશનમાં મિતેશ સામે પાંચમી પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો સામે મિતેશ જૈને યુવતી અને પોતાની પૂર્વ પ્રેમિકાના આરોપોને ફગાવ્યા છે..તેનું કહેવું છે કે જે ફોટો મેં વાઈરલ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે એ 2020થી જ ઈન્સ્ટાગ્રામ પર છે. ફક્ત પૈસા માટે મારા વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવામાં આવે છે.
યુવતી તેની પાસે પૈસા માંગે છે અને પૈસા આપવાની તે ના પાડે એટલે ખોટા આરોપો લગાવી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવે છે. ખોટી દુષ્કર્મની ફરિયાદ પણ મારી સામે દાખલ કરાવી હતી જેમાં હું 22 દિવસ જેલમાં રહ્યો હતો. હું કાયદાકીય લડાઈ લડવા અને તમામ પુરાવા રજૂ કરવા તૈયાર છું.. 
ડુમસ સાઇલન્ટ ઝોનમાં થયેલા ફાયરિંગના વિવાદમાં પણ આ જોડી અગાઉ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. પોલીસે તાજેતરની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે,

સાણંદ હનીટ્રેપ 

હનીટ્રેપનો એક ખતરનાક કિસ્સો બન્યો સાણંદમાં.. એક વેપારી હનીટ્રેપનો ભોગ બન્યા.. તેમની પાસેથી યુવતી અને અન્ય આરોપીઓએ એક કરોડ રૂપિયા પડાવી લીધા હતા.. મહિલા સહિત પાંચ શખ્સો વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ કરી પાટડીના રણ તરફ લઈ ગયા.. રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી.. વેપારીએ જીવ બચાવવા પરિવાર સાથે વાત કરી અને એક કરોડ જેટલી રકમ મંગાવી ટોળકીને આપી.. બાદમાં છુટકારો થતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી.. 

---------------------
હનીટ્રેપના ચોંકાવનારા કિસ્સા 

સુરતના વરાછામાં હીરાના વેપારી બન્યા હની ટ્રેપનો શિકાર

- યુવતીએ વેપારી પાસેથી દાગીના સહિત 1.45 લાખ પડાવ્યા
- વધુ રૂપિયાની માંગણી કરતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી
- પોલીસે મહિલા સહિત બે આરોપીને ઝડપી પાડ્યા

21.08.2025 

-આણંદની કલેક્ટર કચેરીમાં સ્પાયકેમ લગાવી કલેક્ટરને હની ટ્રેપમાં ફસાવ્યા
- અધિક કલેક્ટર અને નાયબ મામલતદારે ષડયંત્ર રચ્યું.. કલેક્ટરને ફસાવી પુરાવાઓનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો..

22.04.2025 

- રાજકોટના 64 વર્ષીય વૃદ્ધને 27 વર્ષની યુવતીએ હની ટ્રેપમાં ફસાવ્યા
- વૃદ્ધ જાળમાં ફસાતા 1 કરોડ 20 લાખ આપી દીધા
- છેવટે વૃદ્ધને છેતરપીંડીનું ભાન થતા પોલીસ ફરિયાદ નોંધાવી

12.12.2025 

- જામકંડોરણામાં પોલીસે હનીટ્રેપ કરતી ગેંગ ઝડપી
- સુમસામ જગ્યા પર બોલાવી બે મહિલાઓ લોકોને ફસાવતી
- પોલીસે બે મહિલા સહિત સાત આરોપીઓને ઝડપ્યા
---------------------------

વિધાનસભા ચૂંટણી સમયે સુરત ઉત્તર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હતા દિનેશ કાછડિયા..તેઓ પણ બ્લેકમેલિંગના શિકાર બન્યા હતા.. ચૂંટણીના આગલા દિવસે તેમનો યુવતી સાથેનો કથિત વિડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થયા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો હતો. આ કેસમાં પોલીસે 3 પત્રકારો સહિત 13 સામે ખંડણીનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ લોકોએ દિનેશ કાછડિયાને બ્લેકમેલ કરી તેમની પાસેથી 3 કરોડ 50 લાખની માંગણી કરી હતી. 

Hun Toh Bolish વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
Embed widget