(Source: ECI | ABP NEWS)
Hun To Bolish : હું તો બોલીશ : આફતનો અંત ક્યારે?
ગુજરાતી નવા વર્ષના શરૂઆતથી થયેલો કમોસમી વરસાદ આજે કારતકી અગિયાસ એટલે કે દેવઉઠી અગરિયારના દિવસે પણ યથાવત રહ્યો....સૌરાષ્ટ્રમાં વરસાદનો માર નહીંવત રહ્યો...તો વરસાદે બાકી રહેતું હોય એમ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની ખેતીને જકડમાં લીધી....અમદાવાદના ગ્રામીણ વિસ્તારના સાંણદ અને ધંધુકા પંથકમાં પડેલા વરસાદથી ખેડૂતોની ખેતી બરબાદ થઈ...તો આજે વહેલી સવારે પડેલા વરસાદે ખેડાના માતર તાલુકાના ખેડૂતને બરબાદ કર્યા...સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનો પાક તો, દક્ષિણ ગુજરાતની જેમ જ અમદાવાદ અને ખેડાના માતર તાલુકાના ખેડૂતોનો તૈયાર થયેલા ડાંગરના પાક પર પાણી ફરી વળ્યું....કેમ કે, સોમવારથી કમોસમી વરસાદની વિદાય નિશ્ચિત મનાતી હતી પણ સેટેલાઈટ ઈમેજ આગાહીકારોના અનુમાન પ્રમાણે હજુ પણ 48 કલાક સુધી આ આફતમાંથી રાહત નથી મળવાની.....
આ તમામની વચ્ચે ક્યારે સર્વે પૂરો થશે....ક્યારે સહાય અપાશે...આને લઈ ખેડૂતોમાં દર્દ અને ઉચાટ છે....તો બીજી તરફ સરકારે પણ સહાય પેકેજ જાહેર કરવા માટેની પ્રક્રિયા તેજ કરી દીધી છે.... કૃષિ, મહેસૂલ અને નાણાના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠક બાદ નુકસાનીનું પંચકામ તેજ ગતિથી શરૂ થઈ ચૂક્યું છે....સત્વરે સહાય પેકેજ જાહેર કરાવવાનો ખુદ મુખ્યમંત્રીએ સોશલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને ભરોસો પણ આપ્યો છે....એબીપી અસ્મિતાને મળેલી જાણકારી પ્રમાણે આગામી અઠવાડિયામાં શક્ય હોય તેટલા વહેલા રાહત પેકેજની જાહેરાત થઈ જશે...આ પેકેજની રકમ 5 હજાર કરોડ રૂપિયા કરતા પણ વધુની હોય તે પૂરી શક્યતા છે....કુદરતી આફત બાદ કોઈપણ રાજ્યમાં સહાય પેકેજ જેટલા સમયકાળમાં જાહેર થયું હોય તેનાથી ઓછા સમયકાળ
માં પેકેજ જાહેર કરવા સરકાર કટિબદ્ધ થઈ રહી છે....ત્યારે સવાલ એ છે કે, આ પેકેજ ક્યા પ્રકારનું હશે...તેમાં જોગવાઈઓ કેવી હશે....સવાલ તો એ પણ છે કે, જે ખેડૂતોને નુકસાન થયું છે તેમનો હક અન્ય કોઈ ન લઈ જાય....સાથે જ ખેતમજૂરો અને ભાગીયા તરીકે પછી ઉધડ તરીકે ખેતી કરનાર એ ખેડૂતોને સહાય કોણ પહોંચાડશે....સહાયનો મુદ્દો ઘણો મોટો છે તે મુદ્દે ચર્ચા પણ કરવી છે પણ તે પહેલા અંબાલાલ કાકા પાસેથી જાણી લઈએ કે, કમોસમી વરસાદની આફતમાંથી ક્યારે મુક્તિ મળવી સંભવ છે....





















