શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : શિયાળામાં જળબંબાકાર

Hun To Bolish :  હું તો બોલીશ : શિયાળામાં જળબંબાકાર

આજે પડેલો વરસાદ    

204 તાલુકામાં પડ્યો વરસાદ
16 તાલુકામાં 6થી 2 ઈંચ સુધીનો વરસાદ
26 તાલુકામાં 2થી 1 ઈંચ સુધીનો વરસાદ
અમરેલીના રાજુલામાં 6.89 ઈંચ વરસાદ
ગીર સોમનાથના ઉનામાં 4.53 ઈંચ વરસાદ
અમરેલીના લીલીયામાં 4.49 ઈંચ વરસાદ
ગીર ગઢડામાં 4.29 ઈંચ વરસાદ
અમરેલીના સાવરકુંડલામાં 3.7 ઈંચ વરસાદ
ભાવનગરના મહુવામાં 3.66 ઈંચ વરસાદ
અમરેલીના ખાંભામાં 3.62 ઈંચ વરસાદ
ભાવનગરના વલભીપુરમાં 3.46 ઈંચ વરસાદ
ખેડાના ગળતેશ્વરમાં 3.19 ઈંચ વરસાદ
ગીર સોમનાથના કોડીનારમાં 3.15 ઈંચ વરસાદ
ભાવનગરના તળાજામાં 2.64 ઈંચ વરસાદ
ભાવનગરના જેસરમાં 2.48 ઈંચ વરસાદ
મહિસાગરના ખાનપુરમાં 2.36 ઈંચ વરસાદ
અરવલ્લીના મેઘરજમાં 2.13 ઈંચ વરસાદ
પંચમહાલના ગોધરામાં 2.05 ઈંચ વરસાદ
મહિસાગરના બાલાશિનોરમાં 2.01 ઈંચ વરસાદ
મહિસાગરના વિરપુરમાં 1.93 ઈંચ વરસાદ
મહિસાગરના કડાણામાં 1.89 ઈંચ વરસાદ
અમરેલીના જાફરાબાદમાં 1.85 ઈંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 1.77 ઈંચ વરસાદ
બોટાદ તાલુકામાં 1.73 ઈંચ વરસાદ
================
અમરેલી AV

છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લામાં એવો કમોસમી વરસાદ વરસ્યો કે જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ....જિલ્લાના તમામ નદી-નાળા છલકાયા....રાજુલાના દાતરડી સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા....ધોધમાર કમોસમી વરસાદથી જાફરાબાદનું ટીંબી ગામ પાણી પાણી થયું.. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા....રાજુલાના કોસ્ટલ બેસ્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો....માંડળ, પરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા જોરદાર માવઠાને લીધે રસ્તાઓ જળબંબાકાર થયા...રાજુલાનું ચોત્રા ગામ જળમગ્ન થયું....ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું....સતત વધી રહેલા પાણીના પ્રવાહથી ગ્રામજનોની સ્થિતિ વિકટ બની....જાફરાબાદના સરવડાનું તળાવ ઓવરફ્લો થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો...જાફરાબાદના ગ્રામ્ય પંથક એવા સોખડા, લોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.....સોખડા અને લોર ગામની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યુ.....તો ધાતરવડી નદીના ધસમસતા પ્રવાહમાં વીજપોલ પણ ધરાશાયી થયો....જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. શેરીઓમાં વરસાદી પાણીનો ધમસમતો પ્રવાહ જોવા મળ્યો.... જાફરાબાદના નાગેશ્રી ગામમાં મુશળધાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું....સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે સર્જી તબાહી.....ભમ્મર ગામની ફુલઝર અને જામવાડી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો...ભારે વરસાદથી સાવરકુંડલા-મહુવા જવાનો રસ્તો પણ બંધ થયો.....સાવરકુંડલાના જેસર જવાના તમામ માર્ગો પર વરસાદી પાણીમાં ગરકાવ થયા.. જેસર રોડની સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા.. રસ્તા પર પાણી ભરાતા વાહનોના પૈંડા થંભી ગયા.. ઘોબા, પીપરડી, ભમોદ્રા ગામમાં પાંચ ઈંચથી વધુ કમોસમી વરસાદ ખાબક્યો......ખાંભા અને લાઠી પંથકમાં પણ કમોસમી વરસાદથી મચી તબાહી.. ખાંભાના નાના બારમણ સહિતના વિસ્તારોમાં વરસેલાવ રસાદથી રાયડી નદી તોફાની બની.....ગઈકાલથી વરસતા અવિર વરસાદથી ખાંભાનો રાયડી ડેમ સંપૂર્ણ ભરાયો...કમોસમી વરસાદથી રાજુલા પંથકની હાલત પણ બદથી બદ્દતર થઈ.....વાવેરા, દિપડીયા, ધારેશ્વર, બરફટાણા, સારોડીયામાં જોરદાર માવઠું વરસ્યુ.....રાજુલાના માર્ગો પાણી પાણી થયા.. કુંભનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વરસાદી પાણી ભરાયા.. કમોસમી વરસાદથી ધાતરવડી-2 ડેમના આઠ દરવાજા એક એક ફુટ સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યુ.. ધાતરવડી ડેમમાંથી પાણી છોડાતા ધારાનેસ ગામ જળબંબાકાર થયું.. લોકોના ઘરોમાં ડેમના પાણી ઘર કરી ગયા.. તો એક વીજ પોલ પણ ધરાશાયી થયો....પીપાવાવ ધામમાં પણ પુર જેવી સ્થિતિ જોવા મળી.. ધાતરવડી ડેમમાંથી પાણી છોડાતા પીપાવાવ ધામ, ચાંચુડી ગામમાં પાણી ઘુસી ગયા.. કૃષિ પાકો પાણીમાં ગરકાવ થતા બરબાદ થઈ ગયો.. પીપાવાવ પોર્ટના રેલવે યુનિટમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા...4 ઈંચ વરસાદથી લીલીયા પંથક પણ થયું પાણી પાણી.....નાવલી નદીનું પાણી નજીકના રહેણાંક વિસ્તાર અને બજારોમાં ઘૂસી ગયું.....રાજુલાના સમઢીયાળા બંધારાનું પાણી ફરી વળતા ચાંચબંદર જવાનો રસ્તો બંધ થયો.. બંધારાના પાણીને લીધે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પ્રભાવિત થયા..સગર્ભા મહિલાને જેસીબીની મદદથી ધમસમતા પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવી.....રાજુલાનું ઊંચૈયા ગામ પણ બેટમાં ફેરવાયું.. ધાતરવડી-2 ડેમમાંથી પાણી છોડાતા ઊંચૈયા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય.....ચારેય તરફ પાણી ફરી વળતા ગામમાં 50 જેટલા લોકો ફસાયા..... ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરા સોલંકી ગ્રામજનોની મદદે આવ્યા.. પાણીના ધસમસતા પ્રવાહમાં તરીને હીરા સોલંકી ગામમાં પહોંચ્યા.. બાદમાં ટ્રેક્ટરની મદદથી ગામમાં ફસાયેલા 50થી વધુ ખેતમજૂરો, બાળકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા...ભારે વરસાદથી અમરેલીના રાજુલામાં તણાયુ દૂધના કેન ભરેલ વાહન.. રામપરા અને એલ એન્ડ ટી કંપનીની વચ્ચેના કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં દૂધના કેન ભરેલ વાહન તણાયુ.. સ્થાનિકોએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને દોરડાની મદદથી ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો.. 
================
ભાવનગર AV

અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લો ઘમરોળાયો....કાલથી આજ સુધીમાં મહુવામાં 11 ઈંચ...સિહોરમાં 5 ઈંચ અને ભાવનગર, પાલીતાણા અને જેસરમાં 3-3 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ....જિલ્લાના વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર, ઘોઘા, સિહોર, ગારીયાધાર, પાલીતાણા, તળાજા સહિતના તાલુકાઓમાં અવિરત વરસાદ વરસ્યો....મહુવા તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે...જનજીવન પર ગંભીર અસર પડી છે.....મહુવાની માલણ નદીના પાણી તેમજ વરસાદી પાણી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા...શહેરના વાસી તળાવ, પરશીવન પરા, ભવાની મંદિર રોડ, ગાંધી બાગ, કુબેરબાગ અને ગાર્ડન રોડ, કુંભારવાડા, સ્ટેશન રોડ, અલકા રોડ, મઢીયા રોડ, નારી રોડ જેવા તમામ વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા....અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું....કલાકો સુધી પાણી ન ઓસરતા લોકોને હાલાકી પડી...મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આફતનો વરસાદ વરસ્યો....મહુવા-સોમનાથ નેશનલ હાઈવે પરનું વડલી ગામ વરસાદી પાણીમાં ગરકાવ થયું....આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં ગોઠણડૂબ પાણી ભરાયા....નેશનલ હાઈવે અને સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહનોની અવર-જવર પર અસર થઈ.....અનેક વિસ્તારોમાં ટ્રેક્ટર સિવાય પહોંચવું મુશ્કેલ હતું...મહુવાનું સુંદરપર ગામ, વાંગર ગામ, વાઘનગર ગામ સંપર્કવિહોણુ બન્યું....વાઘનગર ગામમાં પાણીમાં ફસાયેલા એક વ્યકિતનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું....ગામના લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું....ખરેડ ગામના કોઝ-વે પર નદીની જેમ વહેતા થયા વરસાદી પાણી....મહુવા- સાવરકુંડલા નેશનલ હાઈવે પર ડાયવર્ઝન ધોવાતા વાહન-વ્યવહાર ખોરવાયો....ઘોઘા તાલુકામાં પણ અનરાધાર આફત આવી....કુકડ, ઓદરકા, નવાગામ, કંટાળામાં વરસ્યો ધોધમાર વરસાદ....આખી સીઝનમાં ન વરસ્યો હોય તેવો વરસાદ ત્રણ કલાકમાં ખાબકી ગયો....ઘોઘાના કોળિયાકથી નિષ્કલંક મહાદેવ મંદિરના રોડ પર ભરાયા પાણી....વલ્લભીપુર તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ...મૂળધરાઈ, પાટણા, નવાગામ, લોલિયા, માલપરા ગામમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો....સિહોર તાલુકામાં પાંચ ઈંચથી વધુ કમોસમી વરસાદ પડી ગયો....સિહોરની ગોતમેશ્વર નદી બે કાંઠે વહેતી થઈ....પાલીતાણા તાલુકાના રંડોળા ગામનો કોઝવે ધસમસતા પાણીના પ્રવાહમાં ધોવાયો....વલ્લભીપુરમાં પણ ધોધમાર વરસાદથી ઘેલો નદી પર પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાયો.. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર ઠપ્પ થયો.. અમદાવાદથી આવતા વાહન ચાલકો બરવાળા થઈને અમરેલી અને રાજકોટ જવા મજબુર બન્યા....ભાવનગરની જીવાદોરી શેત્રુંજી ડેમ 8મી વખત ઓલરફ્લો થયો....નીચાણવાળા તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે....શેત્રુંજી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા....
===============
ગીર સોમનાથ AV

ગીર સોમનાથ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો.....કમોસમી વરસાદથી ઉના તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો.. માઢ ગામના મુખ્ય રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.. ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયુ.. સતત વરસી રહેલા વરસાદથી સ્થાનિક નદી-નાળામાં પાણીની આવક થઈ....નદી-નાળા છલકાતા અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પરનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો.....કોડીનાર તાલુકાના લેરકા અને સોખડા ગામ ભારે વરસાદથી સંપર્ક વિહોણા બન્યા.. રૂપેણ નદીનું પાણી ગામમાં ફરી વળતા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસ્યા...ખત્રીવાડા અને કંસારી ગામની પણ આવી જ સ્થિતિ જોવા મળી.. કંસારી ગામના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યું....ધોકડવા અને તુલસીશ્યામ રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા.. કમોસમી વરસાદથી ઉનાના ગ્રામ્ય પંથકોની દયનિય સ્થિતિ સર્જાઈ છે..... કેસરીયા, સીમાસી, માઢગામ, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો....ગીર ગઢડા તાલુકામાં પણ કમોસમી વરસાદે વર્તાવ્યો કહેર.. સોનપરા, બોડીદર, ઝાંઝરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ગામડાઓ જળબંબાકાર થયા....રૂપેણ નદી બેકાંઠે વહેતા શાણા ડુંગર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું.. વાજડી ગામે તો કાર પાણીમાં ગરકાવ થઈ....વાજડીના પુલ પરથી પસાર થતા સમયે અચાનક જળસ્તર વધતા કાર પાણીમાં ગરકાવ થઈ.. સ્થાનિકોએ દોરડાની મદદથી કાર ચાલકને બચાવ્યો....
===============
 સૌરાષ્ટ્ર ઓવરઓલ વરસાદ AV

જૂનાગઢ શહેરમાં વરસ્યો વરસાદ.. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા.. વરસાદથી શહેરના રોડ-રસ્તા પણ પાણી પાણી થયા.. વંથલી પંથકના વાતાવરણમાં પણ આવ્યો પલટો.. વંથલીમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો ચિંતામાં મુકાયા...જામનગરમાં પણ વરસ્યો કમોસમી વરસાદી.. જામનગર શહેરના પંચવટી, પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. તો કાલાવડ શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો.. કમોસમી વરસાદથી શહેરના મુખ્યમાર્ગો પાણી પાણી થયા.. લાલપુર પંથકના ચાર થાંભલા, જામનગર રોડ, ઉમાધામ સોસાયટી, સહકાર પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. કમોસમી વરસાદથી હાપા યાર્ડમાં જણસ વેચવા આવેલા ખેડૂતોની હાલત કફોડી બની.. જણસ વેચવા માટે હાપા યાર્ડ બહાર મોટી સંખ્યામાં ખેડૂતો વાહનો લઈને લાઈનમાં ઉભા હતા.. ત્યારે જ અચાનકથી વરસાદ વરસતા ખેડૂતોએ પ્લાસ્ટિક ઢાંકીને જણસને પલળતા બચાવવા માટે દોડધામ કરી..મોરબી શહેર અને જિલ્લામાં વરસ્યો વરસાદ.. શહેરના જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, રવાપર ચોકડી, ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. તો લખધીરપુર, લાલપર, મહેન્દ્રનગર, રવાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.. ભારે વરસાદની આગાહીને લઈને દેવભૂમિ દ્વારકાના ઓખા કોસ્ટ ગાર્ડે દરિયામાં રહેલા માછીમારોને પરત ફરવા માટે સૂચના આપી....કચ્છ જિલ્લામાં પણ વરસાદ પડ્યો... ભૂજ, માધાપર સહિત આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદી ઝાપટા વરસ્યા.. આડેસર માર્કેટ યાર્ડમાં ધીમીધારે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી.....સાવચેતીના ભાગરૂપે કંડલા બંદરે  ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ.....
===============
દક્ષિણ ગુજરાત ઓવરઓલ AV

સતત ત્રીજા દિવસે નવસારી શહેરમાં વરસ્યો કમોસમી વરસાદ.. તીઘરા રોડ, ઈટાડવા, મંકોડીયા સહિતના અલગ અલગ વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદને પગલે વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકો પણ હાલાકી ભોગવતા જોવા મળ્યા.વલસાડના ઉમરગામમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ.. ઉમરગામથી ભીલાડ વચ્ચે ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું....ઉપરવાસમાં વરસેલા વરસાદથી તાપીના ઉકાઈ ડેમની વધી જળસપાટી.. ભયજનક સપાટી પર પહોંચતા ડેમના ત્રણ દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યુ.. 46 હજાર 418 ક્યુસેક પાણીની આવક સામે એટલી જ માત્રામાં તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.. ડેમમાંથી પાણી છોડાતા નદીકાંઠાના ગામોને પણ એલર્ટ કરાયા....સોનગઢ તાલુકામાં વરસેલા કમોસમી વરસાદથી ડોસવાડા ડેમ ફરી સંપૂર્ણ ભરાયો.. ડોસાવાડા ડેમ સંપૂર્ણ ભરાતા મીંઢોળા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય.. ડેમકાંઠાના 10થી વધુ ગામના લોકોને નદીકાંઠે ન જવા માટે અપીલ કરવામાં આવી છે. 
===============
મધ્ય ગુજરાત ઓવરઓલ AV

મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસ્યો કમોસમી વરસાદ....ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો...શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પ્રભારોડ, ચિત્રા ખાડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય.. તો જિલ્લા પંચાયત, તાલુકાપંચાયત, કોર્ટના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. સિંગલ ફળીયા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો.. તો વાવડી, વેગનપુર, કાકણપુર, ટુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો.. દાહોદ શહેર અને જિલ્લામાં પણ કમોસમી વરસાદથી હાલાકી.. ગરબાડા, લીમખેડા, સંજેલી, સિંગવડ,ફતેપુરા સહિતના વિસ્તારોમાં ક્યાંક ધીમીધારે, તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.. ફતેપુરા તાલુકાના માધવા ડુંગર, પાટવેલ, સલરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો....મહીસાગર જિલ્લામાં પણ પડ્યું માવઠું....લુણાવાડા, પાવાપુર, હરદાસપુર, હાડોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો.. તો ખાનપુર તાલુકાના બાકોર, પાંડરવાડા,બાબલીયા ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો...બાલાસિનોર શહેરમાં કમોસમી વરસાદથી રોડ રસ્તા પાણી પાણી થયા.. બાકોર ગામમાં જવાના રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાયા.... 
================
આવતીકાલની આગાહી AV

આવતીકાલે જે જિલ્લામાં હવામાન વિભાગે યેલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે તે જિલ્લા છે....કચ્છ, પાટણ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ ,દીવ, દમણ, દાદરા અને નગરહવેલી

 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish :  હું તો બોલીશ : રાષ્ટ્રની ઉંચી ઉડાન
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્રની ઉંચી ઉડાન
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: માવઠાથી ગુજરાતમાં ખેડૂતોને મોટુ નુકસાન, 10 લાખ હેક્ટરમાં ખેતી પાકો બગડ્યા
Unseasonal Rain: માવઠાથી ગુજરાતમાં ખેડૂતોને મોટુ નુકસાન, 10 લાખ હેક્ટરમાં ખેતી પાકો બગડ્યા
અરબી સમુદ્રના ડિપ્રેશનની અસર: રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, માછીમારોને ચેતવણી
અરબી સમુદ્રના ડિપ્રેશનની અસર: રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, માછીમારોને ચેતવણી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
T20I ક્રિકેટમાં આ 5 ખેલાડીઓએ ફટકાર્યા છે 150 થી વધુ છગ્ગા, લીસ્ટમાં ભારતના ધુરંધર પણ છે સામેલ
T20I ક્રિકેટમાં આ 5 ખેલાડીઓએ ફટકાર્યા છે 150 થી વધુ છગ્ગા, લીસ્ટમાં ભારતના ધુરંધર પણ છે સામેલ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો, જુઓ કેટલો થયો ભાવ?
Hun To Bolish :  હું તો બોલીશ : રાષ્ટ્રની ઉંચી ઉડાન
Hun To Bolish :  હું તો બોલીશ : જિંદગી ભગવાન ભરોસે!
Hun To Bolish :  હું તો બોલીશ : ફોટોશૂટ ભરપૂર?
Gujarat Rain Forecast : ગુજરાત પર માવઠાનું સંકટ , હજુ 7 દિવસ પડશે વરસાદ, જુઓ મોટા સમાચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: માવઠાથી ગુજરાતમાં ખેડૂતોને મોટુ નુકસાન, 10 લાખ હેક્ટરમાં ખેતી પાકો બગડ્યા
Unseasonal Rain: માવઠાથી ગુજરાતમાં ખેડૂતોને મોટુ નુકસાન, 10 લાખ હેક્ટરમાં ખેતી પાકો બગડ્યા
અરબી સમુદ્રના ડિપ્રેશનની અસર: રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, માછીમારોને ચેતવણી
અરબી સમુદ્રના ડિપ્રેશનની અસર: રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, માછીમારોને ચેતવણી
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
T20I ક્રિકેટમાં આ 5 ખેલાડીઓએ ફટકાર્યા છે 150 થી વધુ છગ્ગા, લીસ્ટમાં ભારતના ધુરંધર પણ છે સામેલ
T20I ક્રિકેટમાં આ 5 ખેલાડીઓએ ફટકાર્યા છે 150 થી વધુ છગ્ગા, લીસ્ટમાં ભારતના ધુરંધર પણ છે સામેલ
બાબા વાંગાની સોનાને લઈ મોટી ભવિષ્યવાણી, જાણો 2026 માં ભાવ ઘટશે કે વધશે?
બાબા વાંગાની સોનાને લઈ મોટી ભવિષ્યવાણી, જાણો 2026 માં ભાવ ઘટશે કે વધશે?
Gujarat Rain: આજે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ, બંદરો પર લગાવાયા 3 નંબરના સિગ્નલ
Gujarat Rain: આજે પાંચ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ, બંદરો પર લગાવાયા 3 નંબરના સિગ્નલ
ચીનમાં કમાયેલા 1 લાખની ભારતમાં કેટલી કિંમત થાય? વેલ્યૂ જાણીને હોંશ ઉડી જશે
ચીનમાં કમાયેલા 1 લાખની ભારતમાં કેટલી કિંમત થાય? વેલ્યૂ જાણીને હોંશ ઉડી જશે
Gujarat Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ આંકડા
Gujarat Rain: ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં ખાબક્યો વરસાદ, જુઓ આંકડા
Embed widget