શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!

Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!

ભરઉનાળે ચોમાસું....જીં હા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશ  એક કુલ 3 સિસ્ટમ સક્રિય થતા આજે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આંધી તોફાન સાથે કમોસમી વરસાદ વરસ્યો...ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું વરસ્યું

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.. કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે તો કેટલાક જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે.. રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો છે.. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.. તો મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અડધા ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.. કમોસમી વરસાદની શક્યતાને પગલે અંબાલાલ પટેલે ડુંગળી, તમાકુ સહિતના પાક પકવતા ખેડૂતોને પણ સાવધાન રહેવાની અપીલ કરી છે.. 
 
મહેસાણામાં વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ....મહેસાણા શહેરની સાથે ઊંઝા, બહુચરાજી, વડનગર, વિસનગર, વિજાપુરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો.. કરા સાથે વરસેલા વરસાદથી ચારેય તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો.. પવન અને વરસાદની તિવ્રતા એટલી વધુ હતી કે ઉનાવા APMC યાર્ડમાં રાખેલ જણસની બોરીઓ પણ પલળી ગઈ.. કાપણી કરીને ખેડૂતોએ યાર્ડમાં લાવેલ અને વેપારીઓએ ખરીદેલી જણસની બોરીઓ વરસાદમાં પલળી ગઈ.. પલળતી બોરીઓને બચાવવા માટે ખેડૂતો અને વેપારીઓ પણ દોડધામ કરતા નજરે પડ્યા.. ખેડૂતો અને વેપારીઓ તાડપત્રી ઢાકીને જણસને પલળતા બચાવવા પ્રયાસો કર્યા. પણ કુદરતના આ કહેર સામે તેમની એક ન ચાલી.. ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ઉનાવા માર્કેટ યાર્ડમાં કેટલાક શેડ પણ ધરાશાયી થયા.. તો ઠેર ઠેર જળભરાવની સમસ્યા જોવા મળી.. 

તો ઉંઝામાં પણ ધોધમાર વરસાદને કારણે માર્કેટ યાર્ડમાં જણસીને નુક્સાન થયું છે...જીરૂં, વરીયાળી, અજમો, તલ , તમાકુ સહિતના પાકોને નુક્સાન

ભારે પવનને લીધે ઊંઝા શહેરમાં બિલ્ડિંગનો કેટલોક ભાગ પણ ધરાશાયી થયો.. દિવાલનો ભાગ ધરાશાયી થતા એક કારને નુકસાન થયું.. સદનસીબે કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી.. તો આ તરફ બહુચરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસ્યું બરબાદીનું માવઠું.. કમોસમી વરસાદને લીધે ઈંટોના ભઠ્ઠાને વ્યાપક નુકસાન થયું.. માવઠાને લીધે તૈયાર કાચી ઈંટો ફરી માટીમાં ફેરવાઈ ગઈ.. 

મહેસાણાના વાલમ પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો...ભરઉનાળે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ થઈ 
 
પાટણ જિલ્લામાં વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ.. ચાણસ્મા, સમી,હારીજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું વરસ્યુ.. મણુંદ અને બાલીસણામાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો.. મેઘગર્જના સાથે વરસાદની શરૂઆત થતા જ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો.. કમોસમી વરસાદને લીધે ખેડૂતોની પણ ચિંતા વધી.. ઘઉં, એરંડા, અજમો, તમાકુ, વરિયાળી , જેવા પાકોને નુકસાન થવાની ખેડૂતોને ભીતી છે.. 

ગાંધીનગરના માણસામાં વરસ્યો ધોધમાર કમોસમી વરસાદ.. માણસા શહેરમાં પવન સાથે માવઠું વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા. તો માણસા નજીકના ઈટાદરા, આજોલ, અમરાપુર, આંબોડ, ચરાડા, દેલવાડ અને બરુ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો.. કમોસમી વરસાદને લીધે ઉનાળું ઘઉં, રાયડા, ડાંગર, બાજરી સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.. ધોધમાર વરસાદને પગલે માણસા APMCમાં એરંડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ.. ભારે વરસાદને પગલે એરંડાનો પાક તણાતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા.. એરંડાનો તૈયાર પાક તણાતા ખેડૂતો અને વેપારીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું..

મહિસાગરના લુણાવાડામાં કરા સાથે વરસાદ વરસ્યો...બાલાસિનોર-લુણાવાડા હાઈવે પર કરા સાથે વરસાદ વરસતા વાહનચાલકોને પણ ભારે હાલાકી થઈ...બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને લુણાવાડા શહેર અને તાલુકામાં વરસ્યું માવઠું..ધામોદ,લાલસર,સાધકપુર, ઝૂફરાલી,  સુરોલી,કડછલા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ..કમોસમી વરસાદના કારણે ખેતી પાકને નુકસાન....તો મહિસાગરના વિરપુર શહેરમા પણ ભારે વરસાદ થયો..બજારોમાં પાણી વહેતા થયા...બાલાસિનોરમાં . રસ્તા અને ઘરની છતો પર કરાનો ઢગલો થઈ ગયો.. કરા સાથે વરસેલા વરસાદથી ખેતરમાં ઉભા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.. આર્થિક નુકસાન થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે.. 

તો વડોદરાના કરજણ, શિનોર, ડભોઈમાં વરસાદ વરસ્યો....માવઠાને કારણે કપાસ, એરંડા, મકાઈ, તુવેર સહિતના પાકમાં નુક્સાની ભીતિ છે ખેડૂતોના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે  

અરવલ્લી જિલ્લામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો.. મોડાસા શહેરના જિલ્લા સેવા સદન, પેલેટ ચોકડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો.. તો ટીંટોઈ, દધાલિયા, ઉમેદપુર, જીવનપુર, ઈસરોલ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ બરબાદીનું માવઠું વરસ્યુ.. અમદાવાદ-ઉદેપુર હાઈવે પરના દાવલી, ગઢડાકંપા સહિતના વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ વરસ્યો.. બાયડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તોફાની પવન અને કરા સાથે વરસાદ વરસ્યો.. વારેણા, બોરમઠ, અરજણ, વાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે આકાશમાંથી કરા વરસ્યા.. ભારે પવનને લીધે ખેડૂતનો ઘાસચારો પણ પલળી ગયો.. તો બાયડથી દહેગામ જવાના રસ્તા પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો.. તો મેઘરજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી.. ધોધમાર કમોસમી વરસાદથી મેઘરજ શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા.. તો રેલ્લાવાંડા, જીતપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા..

સાબરકાંઠામાં પણ આ જ સ્થિતિ જોવા મળી...હિંમતનગર, વડાલી, તલોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો.. તોફાની પવન સાથે વરસેલા માવઠાને લીધે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા.. ઉનાળાની બપોરે અચાનક કાળાડિબાંગ વાદળો ઘેરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ અટવાયા હતા.. હિંમતનગરના ગાંભોઈ સહિત મોરડુંગરા, ગામડી, જવાનપુરા, બાંખોર, રૂપાલકંપા, ટીંબાકંપા બાવસર સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો.. તો રૂપાલ અને રાયગઢ પંથકમાં પણ છુટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો.. આ તરફ પ્રાંતિજના મજરા અને ચંદ્રાલા પંથકમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો.. 

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો...ફતેપરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો....ફતેપુરાના નવાગામ, પીપલારા ,કરોડિયા જેવા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો તો દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો...ખેડૂતોને પાક નુક્સાનની બીક

ભરૂચ જિલ્લાના વાતાવરણમા આવ્યો પલટો.. જંબુસરના કાવી-કંબોઈ પંથકમાં વરસ્યો જોરદાર કમોસમી વરસાદ.. ગાજવીજ અને પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો.. કમોસમી વરસાદને લીધે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા.. અચાનક ખાબકેલા કમોસમી વરસાદને ખેડૂતોની પણ ચિંતા વધારી દીધી.. કમોસમી વરસાદને લીધે ખેડૂતોને પાક નુકસાનની ભીતી સતાવી રહી છે..

ગાજવીજ સાથે વરસ્યો વરસાદ ભાવનગર શહેરમાં.. કાડીયાબીડ, બસ સ્ટેન્ડ, નવાપરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તુટી પડ્યો.. બપોર બાદ અચાનકથી વાતાવરણમાં આવેલા પલટાને લીધે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા.. કમોસમી વસાદને લીધે ખેડૂતોને પાકને વ્યાપક નુકસાન થાય તેવી શક્યતા.. હવામાન વિભાગની આગાહી મુજબ સવારથી જ ભાવનગર શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતુ.. ત્યારે બપોર બાદ વરસેલા કમોસમી વરસાદથી રસ્તાઓ પણ સુમસાન જોવા મળ્યા..

જો કે હવામાન વિભાગે 8 થી 13 એપ્રિલ સુધી વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી...હવામાન વિભાગની આગાહી પણ સાંભળી લઈએ

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શ્રેષ્ઠ દાન
c હું તો બોલીશ : શ્રેષ્ઠ દાન
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘કાં તો ડીલ સ્વીકારો, નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ....’, પાકિસ્તાનમાં વાતચીત પહેલા જ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
‘કાં તો ડીલ સ્વીકારો, નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ....’, પાકિસ્તાનમાં વાતચીત પહેલા જ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
IPL 2026: અજિંક્ય રહાણેના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ
IPL 2026: અજિંક્ય રહાણેના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ
ડ્રોપ કરવાની માંગ વચ્ચે રિંકુની તોફાની ફિફ્ટી, હારેલી મેચ જીતાડ્યા બાદ આપ્યું મોટું નિવેદન
ડ્રોપ કરવાની માંગ વચ્ચે રિંકુની તોફાની ફિફ્ટી, હારેલી મેચ જીતાડ્યા બાદ આપ્યું મોટું નિવેદન
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શ્રેષ્ઠ દાન
Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ
Surat Railway Station: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરો પરેશાન
Anjali Rupani get emotional: રાજકોટમાં પ્રચાર દરમિયાન સ્વ.વિજય રૂપાણીને યાદ કરી અંજલીબેન રડી પડ્યા
Gujarat PSI Exam 2026: PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કાં તો ડીલ સ્વીકારો, નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ....’, પાકિસ્તાનમાં વાતચીત પહેલા જ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
‘કાં તો ડીલ સ્વીકારો, નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ....’, પાકિસ્તાનમાં વાતચીત પહેલા જ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
IPL 2026: અજિંક્ય રહાણેના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ
IPL 2026: અજિંક્ય રહાણેના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ
ડ્રોપ કરવાની માંગ વચ્ચે રિંકુની તોફાની ફિફ્ટી, હારેલી મેચ જીતાડ્યા બાદ આપ્યું મોટું નિવેદન
ડ્રોપ કરવાની માંગ વચ્ચે રિંકુની તોફાની ફિફ્ટી, હારેલી મેચ જીતાડ્યા બાદ આપ્યું મોટું નિવેદન
તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકોની અટકાયત, બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવતા હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકોની અટકાયત, બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવતા હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Embed widget