શોધખોળ કરો

Hun To Bolish : હુ તો બોલીશ : વ્યાજખોરોનો હિસાબ ક્યારે ?

Hun To Bolish : હુ તો બોલીશ : વ્યાજખોરોનો હિસાબ ક્યારે ?

ગોધરામાં ફરી એકવાર વ્યાજખોરોના આતંકનો ગંભીર મામલો સામે આવ્યો…શહેરના ભુરાવાવ વિસ્તારમાં રહેતા યુવકે વ્યાજખોરોના સતત માનસિક ત્રાસથી કંટાળી ફિનાઇલ પીધું…માતાની સારવાર માટે લીધેલા ₹1.26 લાખ સામે અત્યાર સુધીમાં ₹5 લાખથી વધુ વ્યાજ ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરનો ત્રાસ યથાવત હતો.. 
વ્યાજખોરોની ધમકીઓથી કંટાળી યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી પોલીસ પાસે મદદ માગી…વ્યાજખોરો માથાભારે હોવાના કારણે વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.. ફિનાઇલ પીધા બાદ યુવકની હાલત લથડતા તેને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો…

સુરતના વેસુ વિસ્તારમાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી લીધી. આ ખુબજ દુખદ ઘટના બની છે વ્યાજખોરોના ત્રાસના કારણે.. વૈભવ રૂંગટા નામના શખ્સની ઉઘરાણીના ત્રાસથી બાલમુકુંદ ખેતાને પત્નિ અને દીકરીઓ સાથે ઝેરી દવા ગટગટાવી લીધી.. જેમાં બાલમુકુંદ ખેતાનનું ઘટનાસ્થળે મોત થયું, પત્નિ અને માસૂમ દીકરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું જ્યારે બીજી દીકરીનો સદનસીબે બચાવ થયો છે. ઘટનાસ્થળેથી પોલીસને સુસાઈડ નોટ મળી છે જેમાં વૈભવ રૂંગટા નામના શખ્સના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે. વૈભવ રૂંગટા વિરૂધ્ધમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. 

જુનાગઢમાં યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોષીએ આરોપ લગાવ્યો કે ગૌરવ રૂપારેલિયાએ લોકોને વ્યાજના વિષ ચક્રમાં ફસાવ્યા છે. તેજસ જોષીએ વ્યાજખોરીના પુરાવાઓ પણ જાહેર કર્યા.. તેણે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા સામે પણ ગંભીર આરોપ લગાવ્યા.. તમામ બાબતો અંગે પુરાવાને લઈને PMOમાં પણ કરી અરજી.. ભાજપ પ્રમુખના ભ્રષ્ટ્રાચારને લઈને પણ તેજસ જોષીએ આરોપ લગાવ્યા છે.

ગૌરવ રૂપારેલિયા જૂનાગઢમાં લાખો-કરોડો રૂપિયાનું વ્યાજવટું કરવાનું સામ્રાજ્ય ચલાવી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો. તેજસ ઉર્ફે પપ્પુ જોષીએ મીડિયા સમક્ષ બે કાગળો પણ રજૂ કર્યા હતા,  વ્યાજે રૂપિયા લેનારા અનેક લોકોના નામ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ કાગળમાં ગૌરવ રૂપારેલિયાના નામનો કોઈ ઉલ્લેખ નથી. આ સિવાય ભાજપ શહેર પ્રમુખ અને ઉપપ્રમુખે કયા કયા કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો છે તેના પુરાવા પણ તેણે મિડિયા સમક્ષ રજૂ કર્યા..

અમરેલીના સાવરકુંડલામાં મીઠાઈની દુકાન ધરાવતા વેપારીએ 12 મે 2025એ વ્યાજખોરના ત્રાસથી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું...આ મુદ્દે મૃતક અશોકભાઈ ચૌહાણના પુત્રએ ભાજપ નેતા સહિત 8 લોકો સામે 12 તારીખે ફરિયાદ નોંધાવી હતી... સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમા સહિત હજુ 6 લોકો સામે કાર્યવાહી થઈ.. મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી હતી..જેમાં તેમણે લખ્યું હતું કે, સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ વિકમાએ તેને 1 લાખ રૂપિયા દર મહિને 10 ટકાના વ્યાજે આપ્યા હતા.....સમાજના પ્રમુખ બીપીન શેલારે 9 લાખ ઉંચા વ્યાજે આપી કોરા ચેક લખાવી લીધા હતા...મહેન્દ્ર નથવાણી 5 વર્ષથી રૂપિયા 2 લાખનું દર મહિને 6 હજાર વ્યાજ વસૂલતો હતો..આ મુદ્દે ભાજપે ભાવેશ વિકમાને તમામ હોદ્દા અને સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોતની રેસ
Hun To Bolish : હું તો બોલીશ : મોતની રેસ
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ થયું, રડાર સાથે તૂટ્યો સંપર્ક 
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ થયું, રડાર સાથે તૂટ્યો સંપર્ક 
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Junagadh Police : જૂનાગઢમાં મજાક-મસ્તીમાં મિત્રે જ કરી નાંખી મિત્રની હત્યા
Hun To Bolish : હું તો બોલીશ : મોતની રેસ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ આપતું હતું બોમ્બની ધમકી?
Unarmed PSI Recruitment : બિન હથિયારી PSIની ભરતીનું પરિણામ જાહેર
Gujarat Congress : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે કયા નેતાને શું સોંપી જવાબદારી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ થયું, રડાર સાથે તૂટ્યો સંપર્ક 
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ થયું, રડાર સાથે તૂટ્યો સંપર્ક 
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
ગુજરાત પોલીસ ભરતી અંગે મોટા સમાચાર,  બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, આટલા ઉમેદવારો થયા પસંદ
PNB ગ્રાહકોને મોટો ઝટકો! ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ
PNB ગ્રાહકોને મોટો ઝટકો! ડેબિટ કાર્ડથી રોકડ ઉપાડવાની લિમિટ ઘટાડી, 1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ
IND vs ENG: સંજૂ સેમસને તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ, કિંગ કોહલીની કરી બરાબરી 
IND vs ENG: સંજૂ સેમસને તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ, કિંગ કોહલીની કરી બરાબરી 
West Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ, રાજ્યપાલ સીવી આનંદ બોઝે આપ્યું રાજીનામું
West Bengal: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ, રાજ્યપાલ સીવી આનંદ બોઝે આપ્યું રાજીનામું
Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
Gujarat Congress: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કૉંગ્રેસે કમિટીઓ કરી જાહેર, આ દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
Embed widget