Hun To Bolish : હું તો બોલીશ : કોણ આપતું હતું બોમ્બની ધમકી?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ આપતું હતું બોમ્બની ધમકી?
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના સંવેદનશીલ સ્થળો પર બૉમ્બ મુક્યાના ધમકીભર્યા ઈ-મેઈલ મળી રહ્યા છે.... બૉમ્બની ધમકીમાં પણ એક ખાસ પેટર્ન છે... સૌથી પહેલા એયરપોર્ટને બોમેબથી ઉડાવી દેવાની ધમકી મળી... ત્યાર બાદ મોટા શહેરોની શાળાઓને... ત્યારબાદ રાજ્યની અલગ અલગ કોર્ટ કે કચેરીને... ઈ-મેઈલ મળે એટલે શાળાઓમાંથી બાળકોને રજા આપી દેવાય, કોર્ટ પરિસર ખાલી કરી દેવાય.... તુરંત પોલીસ, BDDS, ડૉગ સ્ક્વૉડ સહિતની ટીમ દોડતી થઈ જાય... જોકે તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળતી... તપાસમાં એક શખ્સ પણ ઝડપાયો છે... સૌરવ બિસ્વાસની પૂછપરછ પણ થઈ રહી છે... જો આજની વાત કરીએ તો.... તો આજે ત્રણ જગ્યાઓ પર ધમકી ભર્યા ઈ-મેઈલ આવ્યા... ભૂજની સેશન્સ કોર્ટ, વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ, મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ...
---
ભૂજની સેશન્સ કોર્ટમાં બોમ્બની ધમકી મળતા પોલીસ, ડોગ અને બોમ્બ સ્કવોર્ડ તાત્કાલિક કોર્ટ પરિસર પહોંચી.. ન્યાયધીશો સહિત વકીલોને કોર્ટ પરિસરથી દૂર ખસેડીને પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ.. SOG, LCB સહિતની અલગ અલગ પોલીસની ટીમે સમગ્ર કોર્ટ સંકુલમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.. જો કે તપાસના અંતે કોઈપણ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો..
આ તરફ વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી.. 15 દિવસમાં બીજી વખત કોર્ટને ધમકી મળતા પોલીસ, બોમ્બ અને ડોગ સ્કવોર્ડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી.. કોર્ટને ખાલી કરાવીને PCB, DCB,SOG અને સ્થાનિક પોલીસે કોર્ટ પરિસરમાં તપાસ હાથ ધરી હતી..
મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટેને ઈમેઈલ મારફતે મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.. ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ પોલીસનો કાફલો કોર્ટ પર પહોંચ્યો.. ડોગ સ્કવોર્ડની મદદથી પોલીસે કોર્ટ સંકુલમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી..
આ અગાઉ 27 ફેબ્રુઆરીઓ અલગ અલગ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી... વલસાડ, નવસારીના નાગ તાલવાડી વિસ્તારની પોસ્ટ ઓફિસ, સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ, સુરત પોસ્ટ ઓફિસ, ભાવનગર પોસ્ટ ઓફિસ, જામનગર પોસ્ટ ઓફિસ, ગોધરાની જહુરપુરાની પોસ્ટ ઓફિસ,પાટણ પોસ્ટ ઓફિસ, ભરૂચ પોસ્ટ ઓફિસ વગેરે... આ સાથે અનેક પાસપોર્ટ ઓફિસને પણ ધમકી મળી હતી... જેમ કે પોરબંદર પાસપોર્ટ ઓફિસ, રાજપીપળા પાસપોર્ટ ઓફિસ, અમદાવાદ પાસપોર્ટ ઓફિસ, સુરત પાસપોર્ટ ઓફિસ, જૂનાગઢ પોસપોર્ટ ઓફિસ વગેરે...
17 ફેબ્રુઆરીએ રાજ્યની છ કોર્ટમાં બૉમ્બ મુક્યાની ધમકી મળી હતી.. જેમાં વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ,ગાંધીનગર સેશન્સ કોર્ટ,વલસાડ જિલ્લા કોર્ટ, અમદાવાદ જૂની હાઈકોર્ટ, ગ્રામ્ય કોર્ટ,રાજકોટ કોર્ટ,
મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ વગેરે... 16 ફેબ્રુઆરીએ અમદાવાદ અને વડોદરાની 30થી 35 શાળાઓમાં આવા જ ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા.... પરંતુ તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી...
અમદાવાદ સાયબ્રર ક્રાઈમે આ નફ્ફટ ભય ફેલાવનાર સૌરવ બિસ્વાસે ઝડપી પાડ્યો છે... તેની પૂછપરછમાં અનેક ખુલાસા થશે... તનતોડ મહેનત બાદ આ નબીરો ઝડપાયો... પોલીસે આરોપી પાસેથી રાઉટર, મોબાઈલ, લેપટોપ, હાર્ડ ડિસ્ક સહિતનો સામાન પણ જપ્ત કર્યો છે... આ સાથે આ પ્રકારના ઈ-મેઈલ આવે તો શું ધ્યાન રાખવું તે વિશે પણ પોલીસે માહિતી આપી છે...






















