શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ગાયને માતાનો દરજ્જો ક્યારે?

Hun To Bolish : હું તો બોલીશ : ગાયને માતાનો દરજ્જો ક્યારે?

દેશવ્યાપી 'ગૌ સમ્માન આહવાન અભિયાન'નો પ્રારંભ થયો... જેમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવામાં આવે, ગૌમાતાને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો મળે અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની સ્થાપના થાય તેવી પ્રબળ માંગ કરાઈ.. જેને લઈ સમગ્ર રાજ્યમાં વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના દરેક તાલુકા મથકે, મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું... 

સુરતમાં ગૌહત્યા અટકાવવા અને ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટે રેલીનું આયોજન કરાયું... રેલીમાં બળદગાડા, બુલડોઝર સાથે કાપડના વેપારીઓની સાથે લાખો સુરતીઓ પણ જોડાયા... જેમાં ગૌભકતોએ આક્રમક માર્ગ અપનાવ્યો.. ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 10 વેપારીઓએ પોતાના લોહીથી પીએમ મોદીને પત્ર લખી ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ કરી ... મોટા કાર્ડ પેપર પર પીએમ મોદીને પત્ર લખ્યો... આ સાથે જ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું કે ગૌવંશના રક્ષણ અને જાળવણી માટે કેન્દ્રમાં એક અલગ 'ગૌ સંવર્ધન મંત્રાલય'ની સ્થાપના કરવામાં આવે.. અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી.. રેલી બાદ 5 લાખ લોકોની સહીઓ થેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યું...  

રાજકોટમાં પણ જનચેતનાનો જુવાળ જોવા મળ્યો.. આ અભિયાન અંતર્ગત શહેરના 60 હજાર નાગરિકોની સહી ધરાવતું આવેદનપત્ર પૂર્વ વિસ્તારના મામલતદાર મારફત પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને રાજ્યના મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યું...  બહુમાળી ભવન ચોકથી જૂની કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલી યોજાઈ... જેમાં સંતો-મહંતો અને મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા... સાથે જ રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન અને પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથિરીયા પણ જોડાયા.. 

જસદણ અને વિછીયા પંથકના ભરવાડ અને રબારી એકતા સંગઠન સમિતિની મહારેલી નીકળી.. જસદણના જુના માર્કેટ યાર્ડથી પ્રાંત અધિકારી કચેરી સુધી પદયાત્રા યોજાઈ.. જેમાં ભરવાડ અને રબારી સમાજે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું..  માતાને સન્માન મળે તે માટે સૌરાષ્ટ્રનો માલધારી સમાજ મેદાને આવ્યો છે.. 

ગાયમાતાનું પૂજન કરી ગૌપ્રેમીઓએ ગૌહત્યા મુક્ત ભારત અને ગૌમાતા મંત્રાલયની રચનાની માગ કરી.. ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાની માગ સાથે ગૌસન્માન અભિયાન યોજાયું.. સંતોની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા..  રેલી યોજી મામલતદાર કચેરીએ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવાયું..  

દાહોદના રામાનંદ પાર્ક ખાતે લોકો ભેગા થયા.. સંતો-મહંતો પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા.. સૌ પ્રથમ ગૌમાતાની પૂજા અને હનુમાન ચાલીસા પાઠ બાદ ડીજે સાથે ભવ્ય રેલી નીકળી... રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મામલતદાર કચેરીએ પહોંચી.. જ્યાં ગૌહત્યા પર પ્રતિબંધ અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે હસ્તાક્ષર સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું... 

ભરૂચમાં પણ ગૌ પ્રેમીઓએ પાંજરાપોળથી કલેકટર કચેરી સુધી પદયાત્રા યોજી.. ગૌ માતાના સંરક્ષણ, ગોચર જમીનોના સુધારણા અને ગૌશાળાઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવની માગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

અમદાવાદના વેજલપુરમાં ગેરકાયદે ગૌવંશના રેકેટનો થયો પર્દાફાશ.. સોનલ સિનેમા નજીક ખુલ્લા મેદાનમાં જ ગેરકાયદે કતલખાનું ચાલતુ હોવાની પોલીસ કન્ટ્રોલ રૂમને બાતમી મળી.. જેના આધારે સર્વેલન્સ સ્કવોર્ડે દરોડા પાડ્યા.. સ્થળ પરથી મુસ્તાક મસારીવાલા, રઈઝ  શેખ અને મુનાફ દીવાન નામના ત્રણ આરોપીને ઝડપી લેવાયા.. જ્યારે અન્ય છ આરોપીઓ સ્થળ પરથી ફરાર થયા.. પોલીસે સ્થળ પરથી 520 કિલો શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો પણ જપ્ત કર્યો.. જ્યારે એક વર્ષના વાછરડાને પણ મુક્ત કરવામાં આવ્યો..જપ્ત કરાયેલા ગૌમાંસના નમૂના લઈને તપાસ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા... તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ગેરકાયદે કતલખાનાનો માસ્ટરમાઈન્ડ ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બા છે.. ઝહીરની અગાઉ પણ ગૌવંશ કતલના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે.. ગેરકાયદે કતલખાના ચલાવતા ઝડપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું.. પીસીઆર વાન સામે ઉભા રાખીને પોલીસે આરોપીઓ પર કાયદાના ડંડા વરસાવ્યા.. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી
Viramgam Murder Case : વિરમગામમાં પતિની પત્નીએ પુત્ર સાથે મળીને કરી નાંખી હત્યા, કારણ જાણી ચોંકી જશો
Rajkot Police : રાજકોટમાં શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં આરોપીની ધરપકડ
Andhra Pradesh News : વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાં મોટી દુર્ઘટના, 8 કામદારોના મોત
PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: આ તારીખથી નર્મદા નહેરોમાં છોડાશે પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monsoon: 10 જૂને મુંબઇમાં ચોમાસું પ્રવેશશે, ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલની નવી આગાહી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Monssoon: 'બે-ત્રણ દિવસની અંદર ધોધમાર વરસાદ...', હવે આ 3 રાજ્યોમા થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Sabarkantha News: હિંમતનગરમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, રિક્ષામાં સવાર 3 મુસાફરોના થયા મોત
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
Banaskantha: ડીસા APMCમાં સત્તાપલટો, ગોવાભાઇ રબારીની વિદાય, ખેતાભાઇ રબારી બન્યા નવા ચેરમેન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
પેટ્રૉલમાં ઇથેનૉલ પછી હવે ડીઝલમાં મળશે 15 ટકા આઇસૉબ્યૂટેનૉલ, જાણો સરકારનો પ્લાન
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
FIFA World Cup 2026: ભારતમાં ફીફા વર્લ્ડકપ 2026ની મેચ કેટલા વાગ્યે જોઈ શકાશે? જાણો
Embed widget