Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

રવિ માર્કેટીંગ સીઝન 2026-27 અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે બાજરી, જુવાર તથા મકાઈની ખરીદી શરૂ કરી છે... 1થી 30 મે સુધી ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું... ચાલુ વર્ષે 12 હજાર 148 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.... 1 મેથી 15 જુલાઇ સુધી આ ખરીદી ચાલશે.... રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે કૂલ 75 હજાર મેટ્રિક ટન બાજરીની ખરીદી કરશે.... 3 હજાર મેટ્રિક ટન જુવારની ખરીદી કરશે... જ્યારે  1 હજાર મેટ્રિક ટન મકાઈની ખરીદી કરવામાં આવશે.... 

ટેકાના ભાવની ખરીદીની જાહેરાત થતા ખેડૂતો પણ ખુશ ખુશાલ થયા.... કે તેઓનો મહામુલો પાક સારા ભાવે ખરીદાશે.... સરકારે મેસેજ થકી ખેડૂતોને જાણ પણ કરી...

પણ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું.. કારણ છે સરકારે જાહેર કરેલો નવો પરિપત્ર..... આપ આ બંને પરિપત્ર પણ જોજો...  જૂના પરિપત્ર પ્રમાણે બાજરી 2 હજાર 795 કિલો પ્રતિ હેકટર, જુવાર 1 હજાર 850 કિલો પ્રતિ હેકટર અને મકાઈ 2 હજાર 811 કિલો  પ્રતિ હેકટર નક્કી કરાઈ હતી... પહેલી જૂને જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો... તેમાં ખરીદ જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો....  બાજરી માટે પ્રતિ ખેડૂત ૨ હજાર કિલો, જુવાર માટે પ્રતિ ખેડૂત એક હજાર કિલો અને મકાઇ માટે પ્રતિ ખેડૂત 1 હજાર 500 કિલોની ખરીદ મર્યાદા નક્કી કરી છે... 

એટલે સરકારે પહેલા પ્રતિ હેકટર ખરીદીની જાહેરાત કરી હતી.. સરકાર હવે પ્રતિ ખેડૂત ખરીદી કરી રહી છે..એટલે કે ક્ષેત્રફળની સાથો સાથ જથ્થામાં પણ ઘટાડો થયો છે... 

સરકારે જાહેર કરેલા ભાવની વાત કરીએ તો બાજરીના પ્રતિ ક્વિન્ટલ ભાવ 2 હજાર 775 નક્કી કરાયા છે.... માલદંડી જુવારના પ્રતિ ક્વિન્ટલ ભાવ 3 હજાર 749 રૂપિયા છે.... હાઈબ્રીડ જુવારના પ્રતિ ક્વિન્ટલ ભાવ 3 હજાર 699 રૂપિયા છે.... જ્યારે મકાઈના પ્રતિ ક્વિન્ટલ ભાવ 2 હજાર 400 રૂપિયા નક્કી કરાયા છે.... 

ખેડૂતોની મહેનતનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતો પણ નિરાશ છે.... આપ આ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો... સાબરકાંઠા, છોટાઉદેપુર, વડોદરા, મહીસાગર તમામ જગ્યા પર આજ સ્થિતિ છે.... ખેડૂતોનું કહેવું છે કે, રજીસ્ટ્રેશન પૂર્ણ થયાને એક મહિના ઉપર સમય વીતિ ગયો... તો પછી સરકારને એક મહિના પછી છેક કઈ રીતે બ્રહ્મજ્ઞાન થયું કે, આ વખતે વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે.... ખેડૂતોની હાલત તો એટલી કફોડી કે, ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા પછી તેઓને ખબર પડે છે, આવો કોઈ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.... 
---------------------
સૌ પ્રથમ વાત સાબરકાંઠાની કરીએ.... રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરી... પણ બાજરી તેમજ મકાઈના ખરીદ જથ્થામાં ઘટાડો કરતા ખેડૂતો અટવાયા.  સાબરકાંઠાના ઈડર ખરીદ કેન્દ્ર પર 50 ખેડૂતો પૈકી 30 જેટલા ખેડૂતો બાજરી અને મકાઈ વેચાણ અર્થે આવ્યા હતા..  પરંતુ નવા ઠરાવ પ્રમાણે ખેડૂત દીઠ 1500 કિલો મકાઈ અને 2000 કિલો બાજરી ખરીદ કરવાનો નિર્ણય થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા. 

ખેડૂતો પાસેથી અગાઉ હેકટર દીઠ મકાઈ માટે 2 હજાર 811 કિલોની મર્યાદા અને બજારીમાં 2 હજાર 795 કિલો મર્યાદા નક્કી કરવામાં આવી હતી.. જો બજાર ભાવની વાત કરવામાં આવે તો 20 કિલોના બાજરીના ખેડૂતોને 680 રૂપિયા મળે છે... જ્યારે 20 કિલો મકાઈના 628 રૂપિયા મળે છે... 

 આ અંગે જિલ્લા કિસાન સંઘના હોદેદારોએ કૃષિમંત્રીને રજૂઆત કરી.. ત્યાં પણ તેઓને મંત્રી તરફથી ગોળ ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો.... 
--------------
સાબરકાંઠા બાદ છોટાઉદેપુરની પણ આજ સ્થિતિ છે.... સંખેડા, કરજણ, પાવીજેતપુર તાલુકામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે મકાઇની ટેકાના ભાવે ખરીદીના નિયમોમાં રાતોરાત ફેરફાર કર્યો...
અગાઉ પ્રતિ હેક્ટર 28 ક્વિન્ટલ મકાઇ ખરીદવાની જાહેરાત બાદ, હવે ખેડૂત દીઠ માત્ર 15 ક્વિન્ટલની મર્યાદા નક્કી કરવામાં આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે..... આ નિર્ણયને કારણે સંખેડા તાલુકાના ખેડૂતોને દોઢ કરોડ જેટલું નુકસાન થવાની ભીતિ છે...  નસવાડીમાં પણ આજ સ્થિતિ છે, જ્યાં અગાઉ ખેડૂત દીઠ 60 કટ્ટા લેવાતા હતા, તેને ઘટાડીને હવે માત્ર 30 કટ્ટા કરી દેવાયા છે.....

આટલું જ નહીં... પહેલી જૂને જે નવો પરિપત્ર બહાર પડ્યો... ખેડૂતો જ્યારે 60 કટ્ટા પ્રમાણે મકાઈની વહેંચણી કરી ઘરે પરત ફર્યા... તો પાછળથી ફોન આવ્યો કે, 30 કટ્ટાની જ ખરીદી કરવાની છે... બાકીના 30 કટ્ટા ખેડૂતો ઘરે પરત લાવવા મજબૂર બન્યા... ખેડૂતોની સરકાર પાસે માગ છે કે, બધી મકાઈ ખરીદવામાં આવે.... 
------------
હવે વાત મહીસાગરની કરીએ.... જ્યાર ખેડૂતોનો આરોપ છે કે. અગાઉ મેસેજ દ્વારા ખરીદીની તારીખ, સમય અને જથ્થા અંગે જાણ કરવામાં આવી... આ મેસેજના આધારે, અનેક ખેડૂતો ટ્રેક્ટર ભાડે કરીને પોતાની મકાઈ વેચવા APMC પહોંચ્યા... ત્યારે માત્ર 75 મણ મકાઈની જ ખરીદી કરવામાં આવી.... આ મુદ્દે ખેડૂતોએ અધિક જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.... ખેડૂતોએ તો ત્યા સુધી કહી દીધુ કે, ચૂંટણી પછી કોઈ નેતા દેખાતા નથી....

-----------
હવે વાત વડોદરાની.. મકાઈની ટેકાના ભાવે ખરીદીના નિયમોમાં રાતોરાત ફેરફાર કરતા ખેડૂતોમાં આક્રોશ.. 2400 રૂપિયાના MSP ભાવ મુજબ અગાઉ પ્રતિ હેક્ટર 28 ક્વિન્ટલ મકાઈ ખરીદવાની જાહેરાત બાદ અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે હવે ખેડૂત દીઠ માત્ર 15 ક્વિન્ટલની મર્યાદા નક્કી કરી.... કરજણના ખેડૂતોએ વ્યથા ઠાલવતા કહ્યું કે ટેકાના 2400ના ભાવ સામે બજારમાં ઓછા ભાવ મળતા ખેડૂતોને ક્વિન્ટલ દીઠ આશરે 400થી 500 રૂપિયાનુ નુકસાન થઈ રહ્યું છે.. બજાર ભાવની વાત કરવામાં આવે તો 20 કિલો બાજરીના 990 રૂપિયા, જુવારના 20 કિલોના 1100 રૂપિયા અને મકાઈના 20 કિલોના 850 રૂપિયા મળી રહ્યા છે.... સરકાર આ નિર્ણયને બદલે પહેલાની જાહેરાત મુજબ ખરીદી ચાલુ રાખે તેવી ખેડૂતોની માગ છે.. 
-------------- 
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે કહ્યુ કે, નાગરિક અને અન્ન પુરવઠા મંત્રી રમણ સોલંકી સાથે વાતચીત ચાલું છે... નિયમ પ્રમાણે કોટા રાજ્ય સરકારને મળ્યો છે... કેન્દ્ર સરકારને પણ વધારે કોટા ફાળવવા ચર્ચા કરી રહ્યા છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola