Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : દરેક ચૂંટણીમાં પાકિસ્તાન કેમ?
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં થઈ પાકિસ્તાનની એન્ટ્રી.. રાયપુર ચકલા પરના કાર્યાલય પર યોજાયેલા ભાજપની સભાાં પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે આપ્યું નિવેદન.. સભાને સંબોધતા ભૂષણ ભટ્ટ કહ્યું શહેરભરમાં ભલે કોઈની નજર હોય, પણ ખાડીયાને પાકિસ્તાન બનતુ અટકાવવાનું છે.. સાથે જ કહ્યું લોકો લોભ,લાલચ લઈને આવશે.. પણ ખાડીયા એક અને અખંડ છે..
પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના પાકિસ્તાનવાળા નિવેદન પર રાજનીતિ તેજ.. કૉંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે આરોપ લગાવ્યો કે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ધર્મની રાજનીતિ કરે છે.. ભૂષણ ભટ્ટ તેમના પુત્રને લડાવવા જઈ રહ્યા છે.. જેથી તેમને ડર છે કે તેમનો પુત્ર પણ ચૂંટણી હારશે.. ગ્યાસુદ્દીન શેખે તો ત્યાં સુધીનો દાવો કરી દીધો કે ખાડીયા સહિતની બેઠકો પર ભાજપને આ ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખવો પડશે..
અમદાવાદના પાલડી વોર્ડમાં કોંગ્રેસે લઘુમતિ ઉમેદવારને ટિકીટ આપતા રાજકારણ ગરમાયુ...એલિસબ્રિજ બેઠકના ભાજપના ધારાસભ્ય અમિત શાહે આ મામલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં વ્યંગાત્મક રીતે લખ્યું હતું કે, વાહ રે કોંગ્રેસ વાહ, પાલડીમાં લઘુમતી ઉમેદવાર. આ સાથે જ તેમણે મક્કમતાપૂર્વક જાહેર કર્યું છે કે આ વિસ્તારમાં અશાંતધારાનો કડક અમલ કરવામાં આવશે અને તે પણ ડંકાની ચોટ પર કરવામાં આવશે.






















