Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?

પાટણના ચીફ ઓફિસર હિરલ ઠાકર વિરુદ્ધ પાટણ પોલીસ સ્ટેશનમાં અપાઈ છે પોલીસ ફરિયાદ. હિતેશ દેસાઈ નામના ફરિયાદીએ ફરિયાદ આપી છે. પાટણ સિટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આપેલી અરજી મુજબ 18 જુલાઈના રોજ ઉભરાતી ગટરને લઈ તેઓ રજૂઆત કરવા ગયા હતા ત્યારે તેમને ઓફિસમાંથી બહાર નીકળવાનું કહેલુ સાથે નગરપાલિકાની ઓફિસમાં હિરલબેન ઉશ્કેરાઈ ગયેલા અને ધક્કા માર્યા હતા તેમજ કોલર પકડ બળજબરીપૂર્વક જપાજપી કરી મોબાઈલ હાથમાંથી લઈ તોડી નાખ્યો હતો તેમજ જોઈ લેવાની અને કરિયર પૂર્ણ કરી દેવાની સાથે જ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીનો ફરિયાદમાં ઉલ્લેખ કરેલ છે.

જો કે આ વિવાદ પાટણના ધારાસભ્ય સાથે પણ જોડાયેલો છે. જેવી રીતે ચીફ ઓફિસરે કહ્યું તે પ્રકારે કિરીટ પટેલ પર તેમણે આરોપ લગાવ્યો છે માનહાનિનો. આ અગાઉ જુલાઈ 2025 હોય કે અનેકવાર કે પછી 7 જુલાઈ 2025નો કિસ્સો હોય, કોંગ્રેસના ધારાસભ્ય અને ચીફ ઓફિસર વચ્ચે કલેશ થતો રહ્યો છે અને તે કલેશ અનેકવાર જાહેરમાં પણ આવ્યો છે. કિરીટ પટેલના જન્મદિવસ વખતે જાહેરમાર્ગો પર લગાવેલા બોર્ડથી ભારે વિવાદ થયો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola