Hun To Bolish: હું તો બોલીશ: નારી શક્તિને વંદન
Hun To Bolish: હું તો બોલીશ: નારી શક્તિને વંદન
ભારતીય લોકશાહીના ઇતિહાસ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું..આ સત્રના પ્રથમ દિવસે જ સરકારે મહિલા અનામત (131મો બંધારણીય સુધારો) અને સીમાંકન સહિત ત્રણ બિલ રજૂ કર્યા. સરકારે ખાતરી આપી છે કે અમે આ બિલ પર મધ્ય રાત્રિ સુધી પણ ચર્ચા કરીને જવાબ આપવા માટે તૈયાર છીએ. આવતીકાલે સાંજે 4 વાગ્યે બિલ પર મતદાન કરવામાં આવશે. PM મોદીએ કહ્યું કે, આપણે કોઈ ભ્રમ કે અહંકારમાં ન રહેવું જોઈએ કે આપણે નારી શક્તિને કંઈક આપી રહ્યા છીએ. આ તેમનો હક છે જે દાયકાઓથી રોકી રાખવામાં આવ્યો હતો. આજે તે અપરાધમાંથી મુક્તિ મેળવવાનો અને પ્રાયશ્ચિત કરવાનો અવસર છે.





















