Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભાના દ્વશ્યો જુઓ. સામાન્ય સભામાં ડીડીઓ નિશાબેન, ડેપ્યુટૂી DDO વિ. આર. માકડીયા, પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી ઉપસ્થિત હતા. સાથે જ સભ્યો પણ હતા. પરંતુ જિલ્લા પંચાયતની બેઠકમાં મહિલા સભ્યોની સાથે તેમના પતિઓ પણ જોવા મળ્યા. ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસ અને આપના મહિલા સભ્યોની બાજુમાં તો ક્યાંક સભાખંડમાં સોફા પર બેસેલા તેમના પતિશ્રીઓ જોવા મળ્યા.
કોંગ્રેસના જિલ્લા પંચાયતના કાલાવાડની નિકાવા બેઠક સભ્ય ઉર્મિલાબેન જયંતિભાઈ મારવીયા સામાન્ય સભામાં ઉપસ્થિત તો છે પણ તેમની બાજુમાં બિરાજમાન થયેલા જે.પી. મારવીયા સવાલો પણ પૂછે અને આશ્ચર્યની વાત એ છે કે ડેપ્યુટી ડીડીઓ મેડમ તેમને જવાબ પણ આપે છે
પ્રમુખ કે ઉપપ્રમુખે તો અધ્યક્ષસ્થાનેથી પતિઓની સામાન્ય સભામાં હાજરીનો વિરોધ ન લીધો પણ હાજર જીલ્લા વિકાસ અધિકારી કે નાયબ જીલ્લા વિકાસ અધિકારી પણ આ વિષે કશું ના બોલ્યા ત્યાં સુધી કે ઓફ કેમેરા ડેપ્યુટી ડીડીઓ માકડિયાએ તો એવું પણ કહ્યું કે તમે આ વાતનો ઇસ્યુ ના કરો તો સારું કહેવાય ભલે ને બેસે.....!! જો કે ડેપ્યુટી ડીડીઓ વી.આર.માકડિયાએ ઓન કેમેરા જે જવાબ આપ્યો તે સાંભળી લો
ABP અસ્મિતાને હાથ લાગી જામનગર જિલ્લા પંચાયતની એક તસ્વીર જેમાં સ્પષ્ટ દેખાય છે પ્રમુખ રંજનબેન જીવાણીના પતિશ્રી ડી.ડી જીવાણી પણ એવી રીતે બેસે છે જાણે પ્રમુખ તેઓ જ હોય. જુઓ આ તસ્વીર જ્યા ડી.ડી.જીવાણી સાહેબ ડેપ્યુટી ડીડીઓની બાજુમાં બોર્ડ મીટીંગમાં બિરાજમાન છે.
હારીજ નગરપાલિકાના મહિલા પ્રમુખ ઉપપ્રમુખ પણ તેમની ઓફિસમાં સાથે બેઠા હતા તે મુદ્દો ઉઠાવ્યો હતો. ઉપપ્રમુખના પતિ ચક્ષુભાઈ મહેતાની પોસ્ટ વાયરલ થઈ હતી