Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા

Continues below advertisement

નીટ પેપરલીક કેસમાં મોટો ખુલાસો થયો છે. પેપરલીકનું કાવતરું પરીક્ષાના ઘણાં મહિનાઓ પહેલા રચવામાં આવ્યું હતું. CBIએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ કરેલી 94 પાનાની ચાર્જશીટમાં દાવો કર્યો છે. ચાર્જશીટ 28 જુલાઈએ દાખલ કરવામાં આવી હતી જેની માહિતી આજે સામે આવી છે.

CBI ચાર્જશીટ મુજબ, NEET પેપર લીક કોઈ એક વ્યક્તિનું કાવતરું નહોતું, પરંતુ NTA નિષ્ણાતો, ખાનગી કોચિંગ સંચાલકો, વચેટિયાઓ અને કેટલાક વિદ્યાર્થીઓની મિલીભગત હતી.

એજન્સી અનુસાર, 2025ના અંતથી જ કોચિંગ સંચાલકો અને વચેટિયાઓએ NTAના વિષય નિષ્ણાતો સાથે સંપર્ક શરૂ કરી દીધો હતો. 2026ની શરૂઆતમાં મુલાકાતો, વાતચીત અને પૈસાની લેવડદેવડથી નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું હતું.

NTAના નિષ્ણાતો મનીષા મંધારે, પીવી કુલકર્ણી અને મનીષા હવલદાર NTA ઓફિસથી હોટેલ પાછા ફરીને યાદ રાખેલા પ્રશ્નો કાપલીઓ પર લખતા હતા. આ પછી NCERTના પુસ્તકોમાં સંબંધિત પ્રકરણો અને ફકરાઓ માર્ક કરવામાં આવતા હતા. ત્યારબાદ તેમને વચેટિયાઓ અને કોચિંગ નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા. CBIનો દાવો છે કે લીક થયેલા પેપર ટેલિગ્રામ, વોટ્સએપ, PDF અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા પણ ફેલાવવામાં આવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola