Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે મરવાનું નક્કી
રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ ભારે વરસાદ. કચ્છ, સૌરાષ્ટ્ર્ર સહિતના વિસ્તારોમાં જળતાડંવ જોવા મળ્યું. કચ્છમાં મેઘાવી માહોલ જામ્યો .. મુન્દ્રા, રાપર, માંડવી સહિતના શહેરોમાં વરસાદ વરસ્યો.. રાપરના રામવાવમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ બેટમાં ફેરવાયા. તો આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદી પાણીથી તરબોળ થયા. પૂર્વ કચ્છના વાગડ, અંજાર, કંડલામાં પણ સતત બીજા દિવસે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ વરસ્યો. ભૂજ, માધાપર, ભુજોડી, કુકમા, મિરઝાપર, માનકુવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો..
મુશળધાર વરસાદથી અમરેલી જિલ્લામાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. સાવરકુંડલાના ડેડકડી વીજપડી રોડનો પુલ બેસી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો.. જિલ્લા પંચાયત હસ્તકનો રોડ બંધ થતા વાહન ચાલકો જીવના જોખમે પુલ પરથી પસાર થતા જોવા મળ્યા.. સોમવારે વરસેલા વરસાદથી સાવરકુંડલા મહુવા નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ થયો.. વીજપડી પાસે આવેલ હાડીડા ગામ પાસે નેશનલ હાઈવેનું ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.. હાઈવે બંધ થતા વાહન ચાલકોને 60 કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે.... રાજુલાના જોલાપર ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદને પગલે ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ થયા.. આ તરફ દાધીયા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય..અમરેલી-સાવરકુંડલા હાઈવે પર રોડની બંન્ને બાજુ પાણી ભરાયા.. પીપરડી ગામ ગઈકાલ રાતથી સંપર્ક વિહોણું બન્યું છે.. તો ઘોબા પીપરડી, ભમોદરા પીપરડી, રાણીંગગામ પીપરડી, હિપાવડલી પીપરડી સહિતના ગામોના રસ્તાઓ બંધ થયા..





















