Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?

Continues below advertisement

 

દેશમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ચૂક્યું છે. થોડા જ દિવસમાં એટલે કે 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં પણ પહોંચી જશે. ચોમાસું હવે દરવાજે ટકોરા મારી રહ્યું છે, પરંતુ પ્રશાસનની પ્રિ-મેન્સૂન કામગીરી હજુ પણ ફાઈલોના પાનામાં જ અટવાયેલી દેખાઈ રહી છે. વર્ષોવર્ષની લોકોની આજ સમસ્યા. પ્રશાસનના કામગીરી ચાલી રહી હોવાના દાવા. કેડ કેડ સુધી પાણી ભરાય. લોકોની ઘરવખરી તણાય જાય... મારા ખેડૂતના ખેતરોના ખેતરો બરબાદ થાય. 

વીડિયોમાં દ્રશ્યો જોજો.. જે રાજકોટ, જામનગર, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, પાટણ, મહેસાણા, પાલનપુરના છે. સરકારી બાબુઓ જે પ્રિ-મોન્સૂન કામગીરીની વાતો કરે છે.. તેનું એબીપી અસ્મિતાએ રીયાલીટી ચેક કરાવ્યું... વરવી વાસ્તવિક્તા સામે આવી. નાળા સાફ કરવાની કામગીરી અધૂરી, વરસાદી પાણીના નિકાલની કોઈ સ્પષ્ટ વ્યવસ્થા નહીં, રસ્તાઓ પર ખાડાઓ યથાવત્.. મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના બાદ પણ જવાબદાર પ્રશાસન હજુ તૈયારીના દાવા કરવામાં વ્યસ્ત છે.

સૌ પ્રથમ વાત રાજકોટની... જ્યાં ધોરાજીમાં સંવાદદાતા નિલેશ મારુએ રિયાલીટી ચેક કર્યું... ચોમાસું માથે હોવા છતાં નાના-મોટા નાળાઓ, ગટરો.. આ તમામ સફાઈ ઝંખી રહ્યા છે.

જેતપુર રોડ, હિરપરા વાડી, અને પોસ્ટ ઓફિસથી વોકળા કાંઠે જવાના માર્ગ સહિતના અનેક વિસ્તારોમાં નદી-નાળા અને ભૂગર્ભ ગટર કે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, કાદવ-કીચડ અને પ્લાસ્ટિકથી ઉભરાઈ રહ્યા છે.... એટલું જ નહીં, આ નાળાઓમાં અવાવરૂ વનસ્પતિઓ પણ ઉગી નીકળી છે.... આટલામાં ઓછું હોય તેમ... વિદેશી દારૂની ખાલી બોટલો પણ આ કચરામાં છે.... ઢોર-ઢાખર આ કચરો ખાવા મજબૂર છે..... ચીફ ઓફિસરે જણાવ્યું કે,  વોકળા સફાઈ માટે પાંચ લાખ રૂપિયા ફાળવણી કરવામાં આવ્યા છે... કામગીરી પૂર્ણ થઈ જશે... 

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola