Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

Continues below advertisement

જુને રાજ્યમાં શિક્ષણ સત્ર શરૂ થયું અને 6 જુલાઈના રોજ હું તો બોલીશમાં પુસ્તકોની ઘટ અંગે મુદ્દો ઉઠાવ્યો હતો- ત્યારે શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું તે પ્રસારિત કર્યુ હતું જેમાં તેઓનું નિવેદન હતું કે પુસ્તકોની ઘટ નથી અને જ્યાં ઘટ હશે તે શાળા જાણ કરશે તો પુસ્તકો પહોંચાડી દઈશું 

 મહેસાણાના કડી તાલુકામાં સરકારી શિક્ષણ વ્યવસ્થાના મોટા દાવાઓની પોલ ખોલતી ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને એક મહિનો વીતી ગયો હોવા છતાં 135માંથી 125 સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી. ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયોના પુસ્તકો વિના માસૂમ બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, ધોરણ 6ના વિદ્યાર્થીઓ પાસે પણ વિજ્ઞાન વિષયનું એક પણ પુસ્તક હજુ સુધી પહોંચ્યું નથી. કડી સરકારી શાળા નંબર-1ના મુખ્ય શિક્ષક વાસુદેવ પટેલે કેમેરા સમક્ષ સ્વીકાર્યું છે કે માત્ર 20 શાળાઓને જ ધોરણ 3ના પુસ્તકો ફાળવવામાં આવ્યા છે. આગામી 17 ઓગસ્ટથી ત્રિમાસિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે પુસ્તકો વિના જ માસૂમ બાળકો પરીક્ષા આપવા લાચાર બન્યા છે. 

 અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં 107 જેટલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-3 ના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકોની અછતનો સામનો કરી રહ્યા છે. મુખ્ય એવા ગણિત, પર્યાવરણ અને ગુજરાતી વિષયના પુસ્તકો પૂરતા પ્રમાણમાં ન મળતાં માસૂમ બાળકોનો અભ્યાસ ખોરવાયો છે અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓમાં પણ તેવી જ સ્થિતિ છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં અનેક સરકારી શાળાઓમાં હજુ સુધી પાઠ્યપુસ્તકો જ પહોંચ્યા નથી. ધોરણ-3માં પર્યાવરણ વિષયનું પુસ્તક ન મળવાના કારણે બાળકોના શિક્ષણ પર સીધી અને વિપરીત અસર પડી રહી છે. પુસ્તકો વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કેવી રીતે કરશે તેને લઈને શિક્ષકો અને વાલીઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. શિક્ષકોએ પણ તમામ જરૂરી પાઠ્યપુસ્તકો વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની આક્રોશ સાથે માંગ કરવામાં આવી રહી છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola