Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?

Continues below advertisement

8 જુને રાજ્યમાં શિક્ષણ સત્ર શરૂ થયું...શિક્ષણ સત્ર શરૂ થયાને 1 મહિના જેટલો સમય થઈ ગયો છે...શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા દાવો કરી રહ્યા છે કે ગુજરાતની તમામ શાળાઓમાં પુસ્તકો પહોંચી ગઈ છે...પણ એબીપી અસ્મિતાએ જ્યારે અલગ અલગ જિલ્લાઓની શાળાઓમાં રીયાલિટી ચેક કર્યુ ત્યારે વાસ્તવિકતા કઈ અલગ જ તરી આવી...અનેક શાળાઓમાં ધોરણ 9 થી 12ના અલગ અલગ વિષયોના પુસ્તકો પહોંચ્યા જ નથી.. પહેલા શિક્ષણ મંત્રીએ શું કહ્યું એ સાંભળી લઈએ

વાસ્તવિકતા એ છે કે રાજ્યની અનેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પુસ્તકો પહોંચ્યા જ નથી...રાજકોટમાં અનેક શાળાઓમાં ધોરણ 11 અને 12ના વિષયોના પુસ્તકો પહોંચ્યા જ નથી...તો સુરતમાં અનેક શાળામાં પણ ધોરણ 11, 12 માં ખાસ કરીને કોમર્સના વિષયોની પાઠ્યપુસ્તકની તંગી છે..તો મહેસાણામાં બહુચરાજીના શંખલપુરની શાળામાં ધોરણ 12 આર્ટસના મુખ્ય વિષયો જેવા કે ગુજરાતી, ભૂગોળ, અંગ્રેજી, સંસ્કૃત, મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર તેમજ ધોરણ 12 સાયન્સના મહત્વના વિષયો કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને મેથ્સના પુસ્તકો હજુ સુધી સ્કૂલે પહોંચ્યા જ નથી...તો પાટણમાં પણ આવી જ સ્થિતિ છે..પાટણ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પાઠ્યપુસ્તકોની ભારે અછત છે...સુરતના ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલી ગ્રાન્ટેડ પી. કેદેસાઈ વિદ્યાલયમાં  ધોરણ 11 અને 12ના એક પણ વિષયના પુસ્તકો  હજુ સુધી પહોચ્યા નથી...તો છોટાઉદેપુરમાં આવેલી સ્વામી વિવેકાનંદ સંકુલમાં ધોરણ 11 અને 12ના વિષયોના પુસ્તકો આવ્યા નથી...તો તાપી જિલ્લાની અનેક શાળાઓમાં ધોરણ 9 અને 10ના ગણિત, વિજ્ઞાન,અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના પુસ્તકો નથી તો ધોરણ 11 અને 12 ના સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન , અંગ્રેજી અને સંસ્કૃતના પુસ્તકો વિદ્યાર્થીઓને નથી મળ્યા..તો મોરબીની ગ્રાન્ટેડ શાળા ડીજેપી વિદ્યાલયમાં ધોરણ 9 અને 10ના અંગ્રેજી અને ગુજરાતીના પુસ્તકો નથી પહોંચ્યા અને ધોરણ 11 અને 12ના એકપણ પુસ્તક નથી પહોંચ્યા...દાહોદમાં કેટલીક શાળાઓમાં ધોરણ  9ના અંગ્રેજી અને સામાન્ય વિજ્ઞાનના પુસ્તકો નથી પહોંચ્યા..ધોરણ 10ના અંગ્રેજી અને ગુજરાતીના પુસ્તકો નથી પહોંચ્યા અને મહાલક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શાળામાં ધોરણ 11 અને 12ના પુસ્તકો નથી પહોંચ્યા 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola