Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક કે રાક્ષસ ?

Continues below advertisement

અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થતાં MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી દેવામાં આવી. આ વિદ્યાર્થીનો હત્યારો નીકળ્યો એક પોલીસકર્મી. વિરેન્દ્ર પઢેરિયા નામનો પોલીસકર્મી સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે. વિદ્યાર્થીએ આરોપીને વાહન ચલાવવા બાબતે ટકોર કરતા વિરેંદ્રસિંહે ઉશ્કેરાઈને વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. ઘટનાના બે દિવસ બાદ પંજાબથી હત્યારો પોલીસકર્મી વિરેંદ્રસિંહ ઝડપાયો. 

કોણ છે વિરેંદ્રસિંહ પઢેરિયા ?

વિરેન્દ્રસિંહ પઢેરિયા અગાઉ પણ વિવાદિત પોલીસ કર્મચારી રહી ચૂક્યો છે.  તે સેટેલાઈટમાં હતો ત્યારે કોલ સેન્ટર મામલે સસ્પેન્ડ થયો હતો અને ત્યારબાદ તેને ફરીથી પોસ્ટિંગ નારોલ પોલીસ સ્ટેશનમાં મળી હતી. થોડા સમય પહેલા તે સરખેજ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. હાલ તે સીક લિવ પર હતો અને ઘરેથી હરિયાણા-પંજાબ ફરવા જાઉં છું તેમ કહીને ગયો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram