(Source: ECI | ABP NEWS)
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કર્મચારીઓની સુધરી દિવાળી
રાજ્યના સરકારી કર્મચારીઓની સુધરી દિવાળી.. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો.. જુલાઈ 2025થી કેન્દ્રના ધોરણે છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકા અને સાતમા પગારપંચનો લાભ મેળવતા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો.. આ મોંઘવારી ભથ્થાની ત્રણ મહિનાની એટલે કે એક જુલાઈ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધીની તફાવતની રકમ એક જ હપ્તામાં ચુકવવામાં આવશે.. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના અને અન્ય એમ મળી કૂલ 4.69 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.82 લાખ નિવૃત કર્મચારીઓને મળવાપાત્ર થશે....રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કૂલ મળીને 483.24 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે.. અને વધારાના વાર્ષિક 1932.92 કરોડની ચુકવણી પગારભથ્થા અને પેન્શન પેટે ચુકવશે..





















