Hun To Bolish | હું તો બોલીશ | સરપંચ સાહેબ હવે તો સુધરી જાવ !
મહીસાગરના મોટા ખાનપુર ગામના સરપંચ નવીનસિંહ માલીવાડને સસ્પેન્ડ કરાયા હતા. તેમની સામે વિવિધ કલમો અને પ્રોહિબિશનનો ગુનો નોંધાયો. જે બાદ તેમને જેલ હવાલે કરી દેવાયા હતા. 26 જાન્યુઆરીના સરપંચ નવીનસિંહે નશાની હાલતમાં બેફામ કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. 4 નિર્દોષ નાગરિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સરપંચ સામે બકોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. DDOએ નૈતિક અધઃપતનના આધારે આદેશ જાહેર કરી સસ્પેન્ડ કરી દીધા હતા. જૂનાગઢ જિલ્લાના વંથલીના સુખપુર ગામના સરપંચ અરુણ ડાંગરને ડસ્ટબીન કૌભાંડમાં સસ્પેન્ડ કરાયા હતા. નક્કી કરેલ કંપની કરતા અન્ય કંપનીની ઉંચા ભાવે ડસ્ટબીનની ખરીદી કર્યાનો આરોપ લાગ્યો હતો. જેને લઈ ડીડીઓએ સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા હતા. સાથે જ ખરીદીમાં વધારાના ચૂકવેલા 1 લાખ 18 હજાર સરપંચ પાસેથી વસુલવાનો હુકમ કર્યો હતો. અરૂણ ડાંગર સામે 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ડસ્ટબીન અને એલઇડી લાઇટની ખરીદી વખતે બિલો ખોટી સહી અને તારીખ વગરના મુકી ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લાગ્યો હતો.























