Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
અમદાવાદની એ શાળા જેની ફી લાખોમાં છે...જેનું નામ ટોપ 10 શાળાઓમાં આવે છે તેવી શીલજ વિસ્તારની આનંદ નિકેતન શાળા...આજે આ શાળામાં કેટલાક વાલીઓ પહોંચ્યા...ખાસ કરીને વિદ્યાર્થીઓની માતાઓ પહોંચ્યા...તમામ આક્રોશિત હતા....નામ બડે ઓર દર્શન છોટે...જેવો હાલ આ શાળાનો થયો...મહિલા વાલીઓ વ્યથા અને આક્રોશ સાથે શાળામાં હાજર સ્ટાફને રજૂઆત કરતી રહી પણ સ્થિતિ પથ્થર પર પાણી જેવી...વાલીઓનો આક્રોશ વધે તે પહેલા તો સ્થાનિક પોલીસ પણ પહોંચી..હિંદુવાદી સંગઠનના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા....આક્રોશનું કારણ જાણશો તો ચોંકી જશો.
કેમ કે નાસ્તો શાળા તરફતી પિરસાય છે અને આશંકા છે નાસ્તામાં કાચ નીકળ્યાની....નાસ્તો ખાતા સમયે જ...એક નાનકડા ભૂલકાના પેટમાં કાચ પહોંચ્યો હોવાનો એહસાસ થતા...હોસ્પિટલ લઈ જવાયો...ડોક્ટરોએ તેના પેટમાં જે ગયુ છે તેના અવશેષ હોય તો રજૂ કરવા સલાહ આપી..વાલીએ અવશેષની માંગણી કરી પરંતુ કલાકો સુધી અમાનવીય રહી તેમને ફેરવવામાં આવતા રહ્યા...કેમકે ડોક્ટર એ જાણવા માગતા હતા કે પેટમાં ગયુ છે તે કાચનો ટુકડો છે કે અન્ય કોઈ પદાર્થ...પણ શાળાનું વલણ રહસ્યમય રહ્યુ....જોઈ સાંભળી લો માતાનો એ ગુસ્સો અને શાળાનું વલણ
જો કે શાળામાં આવેલા અન્ય વાલીઓએ આ શાળાના ભોજનમાં અને કેન્ટીનમાં દુનિયાભરની બેદરકારી હોવાની ફરિયાદ પણ કરી છે...જે પણ વાલીઓ આવ્યા તે આક્રોશિત હતા સ્થિતિ એવી હતી કે પોલીસની સમજાવટ ના હોત તો સ્થિતિ વધુ ખરાબ થાત...આવો સાંભળીએ શાળામાં પિરસાતા નાસ્તાને લઈ વાલીઓએ શું કહ્યું
વાલીઓએ ના માત્ર ભોજન પરંતુ શાળામાં થતા વ્યવહારને લઈને પણ અનેક ફરિયાદો કરી છે....ખાસ કરીને એક ચોક્કસ ધર્મની વાત થોપી દેવાની કેટલાક વાલીઓ ફરિયાદ કરતા નજરે પડ્યા સાથે જ પરંપરાગત રીતે થતી પ્રાર્થના બંધ કરાઈ હોવાની અને ચોક્કસ ધર્મ સાથે જોડાયેલા લોકોની વાતો તેમજ ચોક્કસ પુસ્તક ખરીદવા માટે દબાણ કરાતા હોવાનો આરોપ કરાયો...આવો સાંભળીએ વાલીઓએ શું લગાવ્યા આરોપ
શાળાનો ચોક્કસ ધર્મ મુદ્દેનો વિવાદ અગાઉ પણ શિક્ષણ વિભાગ પાસે પહોંચી ચૂક્યો હતો અને હવે આ નવો વિવાદ આવ્યો છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને નોટિસ આપી છે એટલું જ નહીં કેન્ટીન સીલ કરાઈ છે એટલું જ નહીં પ્રાથમિક રીતે પણ શાળા બેદરકાર અને દોષિત હોય તેવું પણ કહેવાયુ છે..