Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો પર કેમ ઉકળ્યા મંત્રીશ્રી?
બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો..12 જૂન,2026ના રોજ જાહેર થયેલા આ પરિપત્રમાં વસ્તી ગણતરી ની કોઈ પણ કામગીરી શાળા સમય દરમિયાન નહીં, પરંતુ ફરજિયાત પણે શાળા સમય પહેલા અથવા શાળા સમય પૂર્ણ થયા બાદ જ કરવાની સૂચના આપી હતી....પરિપત્રમાં શાળા સમય દરમિયાન શિક્ષકોએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ અને શાળા સમય શરૂ થતાં તમામ શિક્ષકોએ પોતાના મોબાઈલ ફોન ફરજિયાત પણે શાળાના આચાર્ય પાસે જમા કરાવી દેવાની સૂચના આપી...વય નિવૃત્તિ કાર્યક્રમ વિદાય સમારંભ, જાહેર કાર્યક્રમો વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે સીધા સંબંધીત ન હોય તેનું આયોજન શાળા સમય દરમિયાન નહીં પરંતુ શાળા સમય પછી અથવા જાહેર રજા ના દિવસે જ આયોજિત કરવાનો પરિપત્રમાં ઉલ્લેખ છે...તો બીજી તરફ ગોધરામાં આયોજિત એક કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ મંચ પરથી સંબોધન કરતી વખતે શિક્ષકોની માનસિકતા તેમજ કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા.....મંત્રીજીએ શિક્ષકોના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રહારો કર્યા..પહેલા તો મંત્રીજીની નાણા પંચને લઈને જીભ લપસી...હજી 8મા પંચનો લાભ મળ્યો પણ નથી અને મંત્રીશ્રીએ 10મા નાણાપંચની વાત કરી દીધી...તો શિક્ષકોના ઉચ્ચ પગાર ધોરણ અને તેમની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યો...એટલું જ નહીં, તેમણે ઉમેર્યું કે આજનો શિક્ષક પોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહે છે.શું કહ્યું શિક્ષકો વિશે મંત્રીએ સાંભળીએ...






















