Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની મહેનત પર પાણી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની મહેનત પર પાણી કેમ?
પોલીસની મહેનત પર પાણી કેમ?
જૂનાગઢમાં આવેલા ગરવા ગિરનારની તળેટી એટલે કે ભવનાથમાં આયોજીત શિવરાત્રીના મહામેળાનું રંગેચંગે સમાપન થયું....આ મેળો મનોરંજન માટે નહીં, પણ શિવભક્તિ, સંત-સમાગમ અને આધ્યાત્મિકતાના સમન્વય સમાન છે...મેળામાં આવતા ભાવિકોને કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસે ખાસ તૈયારી કરી હતી..3500થી વધુ પોલીસકર્મીઓ સતત પાંચ દિવસ ખડેપગે રહ્યા...ક્યાંક બિમારને ઉંચકીને ડૉક્ટર સુધી પહોંચાડ્યા,ક્યાંક વિખૂટા પડેલા બાળકોને પરિવાર સાથે મેળવ્યા તો ક્યાંક મહિલાઓ,વૃદ્ધોને કરી મદદ.....રાત-દિવસ સતત સેવા યજ્ઞ પછી પણ પોલીસ પ્રશાસનની મહેનત પર પાણી ફરી વળ્યું.....જુઓ આ બે દ્રશ્યો....(2 વિન્ડો)ચર્ચા આ પાંચ દિવસના પોલીસના પુરુષાર્થ પર થવી જોઈએ...પરંતુ બે મહિલાઓએ પોલીસે કરેલી સરાહનીય કામગીરી પર પાણી ફેરવી દીધું...જેમાં એક છે યુટ્યુબર અને બીજા છે ખુદ મહિલા પોલીસકર્મી જ.....પવિત્ર મૃગીકુંડ..જ્યાં માત્ર નાગા સંન્યાસી,સાધુ-સંતો અને અધોરી સંતો જ શાહી સ્નાન કરી શકે,સામાન્ય નાગરિકો માટે પ્રતિબંધ હોવા છતાં યુટ્યૂબર કીર્તિ પટેલ અને મહિલા પોલીસકર્મી PI વરિયાએ સ્નાન કર્યું....જેનો વીડિયો વાયરલ થતા વિવાદ થયો..પોલીસે પાંચ-પાંચ દિવસ સુધી પાડેલા પરસેવાની ચર્ચાના સ્થાને વિવાદીત વીડિયોની ચર્ચા શરૂ થઈ....ચર્ચા શરૂ થઈ કે આ પવિત્ર સ્થળનું અપમાન અને પરંપરાનું ઉલ્લંઘન થયું...ચર્ચા શરૂ થઈ સુરક્ષાકર્મી થકી જ પરંપરા તોડવાની....
-------------------------------------
PI વરિયાએ મૃગીકુંડમાં કર્યું સ્નાન
--------------------------------------
સૌ કોઈ જાણે છે કે પવિત્ર મૃગીકુંડ પરંપરાગત રીતે નાગા બાવા,સાધુ-સંતો અને અઘોરી સંતો માટે જ શાહી સ્નાન સંરક્ષિત છે....સામાન્ય જનતા કે અધિકારીઓનું મૃગીકુંડમાં સ્નાન પ્રતિબંધિત છે....છતાં લોકોને આ નિયમ સમજાવીને પાલન કરાવતા પોલીસ કર્મીએ જ નિયમો તોડ્યા....જુઓ આ દ્રશ્યો...પીઆઈ જયશ્રીબેન વરિયાએ તેમના માટે પ્રતિબંધિત મૃગીકુંડમાં ડૂબકી લગાવી શરમજનક કૃત્ય કર્યું....જુઓ દ્રશ્યો...એક તરફ સુરક્ષાકર્મીઓ બેરિકેડિંગ કરી નાગરિકોને મૃગીકુંડમાં સ્નાન કરવાથી રોકી રહ્યા છે..ત્યાં હાજર દરેક વ્યક્તિ મૃગીકુંડની પવિત્રતા અને સ્નાન કરવાની પરંપરા જાણે છે....કીર્તિ પટેલના વિવાદ પછી એક સરકારી અધિકારી, જેનું કામ સુરક્ષા આપવાનું છે, તે જ પોતે પરંપરા તોડીને મૃગીકુંડમાં ડૂબકી લગાવતા જોવા મળ્યા...આ મેળો મનોરંજનનું પ્લેટફોર્મ નથી, આ તો ધર્મ અને આસ્થાનું કેન્દ્ર છે! શું પદનો દુરુપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ પરંપરા તોડી શકે છે?- આ સવાલ ઉભો થઈ રહ્યો છે...મહાદેવના આસનમાં, ગિરનારની તળેટીમાં, મૃગીકુંડ જેવા પવિત્ર સ્થળમાં – જ્યાં નાગા બાબાઓ, અઘોરીઓ અને સિદ્ધ પુરુષો સદીઓથી શાહી સ્નાન કરે છે – ત્યાં આવીને પીઆઈ જયશ્રી વરિયા જેવા અધિકારીએ સ્નાન કરીને પરંપરાનું અપમાન કર્યું હોવાના આરોપો લાગી રહ્યા છે....























