Hun To Bolish | હું તો બોલીશ | ક્રાઈમ કંટ્રોલ કે આઉટઓફ કંટ્રોલ ?
અમદાવાદના નિકોલ વિસ્તારમાં જૂની અદાવતમાં મારામારીની ઘટના બની.. સમાધાન માટે બોલાવી 10 જેટલા શખ્સોએ યુવક પર કર્યો જીવલેણ હુમલો.. સીસીટીવીમાં કેદ થયેલ હુમલાના આ દ્રશ્યો જુઓ.. 10 જેટલા શખ્સો મળીને યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી રહ્યા છે.. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.. તો પોલીસે પણ સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી. રાજકોટના કોઠારીયા રોડ પર અસામાજિક તત્વો બન્યા બેફામ.. હુડકો પોલીસ ચોકીની પાછળ જ આવેલા મનપાના કોમન પ્લોટમાં અસામાજિક તત્વોના બે જૂથ વચ્ચે થઈ હિંસક મારામારી.. ગુંડાતત્વોએ એકબીજા પર સોડાની બોટલ વરસાવતા વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયા.. આંતરિક વિવાદને લઈને ગુંડાતત્વોના બે જૂથે સમગ્ર વિસ્તારમાં આતંક મચાવી દીધો.. વારંવાર ગુંડાતત્વોના આતંકથી સ્થાનિકો પણ પરેશાન થયા છે..
અમદાવાદના બહેરામપુરામાં મહિલાઓ પર હુમલો. આરોપીના પુત્ર સાથે મહિલા વાત કરતી હોવાના મનદુઃખમાં પિતા પુત્રએ લોખંડના પાઈપ અને બેટથી હુમલો કરી દીધો.. પિતા-પુત્રએ કરેલા હુમલાના વાયરલ થયેલા આ વીડિયો જુઓ.. લોખંડના પાઈપ અને બેટથી પિતા-પુત્ર મહિલા પર આડેધડ વાર કરતા રહ્યા.. મહિલા હુમલાથી બચાવ પ્રયાસ કરતી રહી.. પરંતુ જાણે કાયદાનો ડર જ હોય તેમ આરોપીઓ વાર કરતા રહ્યા.. હુમલામાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી.. તો બીજી મહિલાને હાથ અને પગમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા..






















