Hun To Bolish | હું તો બોલીશ | દારૂનો ગૃહ ઉદ્યોગ?
છેલ્લા સાડા ચાર મહિનામાં 6 જગ્યાએથી દારુની ફેક્ટરી પકડાઈ. 24 એપ્રિલે સોનગઢ તાલુકાના આમલીપાડા ગામેથી તાપી જિલ્લા LCBએ દુકાન અને રહેણાંક મકાનમાં ચાલતી ગેરકાયદેસર ઇંગલિશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી લીધી હતી. પોલીસે નકલી દારૂનો જથ્થો અને દારૂ બનાવવાના સાધનો મળી કુલ 5 લાખ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.. બુટલેગર સિકંદર ગામીત અને તેની પત્ની સુમિત્રા ગામીતની માલિકીવાળા ઘરમાં ફેક્ટરી ચાલતી હતી. 16 એપ્રિલનો એ દિવસ... જ્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરાણી ગામેથી LCBની ટીમે આ બનાવટી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પકડી પાડી હતી.. બળદેવસિંહ ભીખુભા ગોહિલ... કેપ્ટન ફૂડ્સ વાળાએ પોતાની માલિકીની જગ્યા ભાડેથી આપી હતી.. જ્યાં આ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલી રહી હતી.. LCB પોલીસે સ્થળ પરથી 1,620 વિદેશી દારુની બોટસ, 500 લીટરથી વધુનું વિદેશી દારુનું પ્રવાહી, વિદેશી બનાવટની બોટલો સહિત કૂલ 15,25,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. તારીખ 8 ફેબ્રુઆરી... રાજકોટના વિંછીયામાં જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યની વાડીમાંથી ઝડપાઈ હતી દારુની મીની ફેક્ટરી.. જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ સવિતાબેન નાથાભાઈ વસાણીની વાડીમાંથી દારૂ બનતો હતો અને પોલીસ ત્રાટકી હતી.. હાલમાં વિંછીયાની પીપરડી બેઠક પરથી સવિતાબેન ભાજપના સદસ્ય છે.





















