Hun To Bolish | હું તો બોલીશ | તાપનું ટોર્ચર | ABP Asmita LIVE
સાત દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર. રાજ્યમાં 15 મે સુધી આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી.. કાલથી રાજ્યના મોટાભાગના શહેરોમાં હીટવેવની શક્યતાને પગલે યલો એલર્ટ પણ જાહેર કરાયું... આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.. કચ્છ-સૌરાષ્ટ્રમાં 15 મે સુધી હીટવેવની અસર રહી શકે છે. આવતીકાલે કચ્છની સાથે દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને દક્ષિણ ગુજરાતના સુરતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું. આજના તાપમાનની વાત કરીએ તો 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેમાં રાજકોટમાં સૌથી ઉંચુ 43.7 ડિગ્રી તાપમાન.. સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી... તો અમદાવાદ અને વડોદરામાં તાપમાનનો પારો 43.4 ડિગ્રી પર પહોંચ્યો... પાટનગર ગાંધીનગરમાં 43 ડિગ્રી... વલ્લભવિદ્યાનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું.. ભૂજમાં 42 ડિગ્રી, ડીસામાં 41.8 ડિગ્રી, કેશોદમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું.. તો ભાવનગરમાં 40.8 ડિગ્રી અને સુરતમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો છે.






















