Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર જોર શોરથી ચાલી રહ્યો છે.... પાર્ટી તરફથી મેન્ડેટ ન મળતા ઘણા લોકોએ અપક્ષ ઉમદવારી પણ નોંધાવી,,,, પોતાના વિસ્તારમાં મોભો જમાવતા અપક્ષમાંથી ચૂંટણી લડી જીતે પણ છે... હાલ રાજ્યમાં બે અપક્ષ ધારાસભ્ય છે.. એક માવજી દેસાઈ, બીજા ધવલસિંહ ઝાલા.. જોકે બંને શાસક પક્ષ ભાજપને સમર્થન કરે છે... આ તમામ વચ્ચે ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે અપક્ષ ઉમેદવારો વિશે આકરૂં વલણ અપનાવ્યું છે... વિરમગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હાર્દિક પટેલે સ્પષ્ટ કર્યું છે કે, એકપણ અપક્ષ જીતેલા વ્યક્તિને ભાજપમાં જોડવાના નથી... ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપીઓને સસ્પેન્ડ કરવાની ચીમકી ઉચ્ચારી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે અનેક ઉમેદવારો, સ્થાનિક નેતાઓ, ધારાસભ્યો લોકોના રોષનો ભોગ બન્યા છે... ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન લોકોએ ઉમેદવારો, નેતાઓને આકરા પ્રશ્નો પૂંછીને ભીંસમાં લીધાની અનેક ઘટનાઓ સામે આવી. ગીર સોમનાથમાં પણ ભાજપ નેતાઓએ લોકોના સવાલોનો સામનો કરવો પડ્યો... પ્રાંચલી જિલ્લા પંચાયત ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોએ બિસમાર રસ્તાને લઈ રોષ ઠાલવ્યો... “પહેલા રોડ બનાવો, પછી વોટ માંગો” ના નારા લગાવ્યા.. અધૂરા કામ સાથે લોકોની વચ્ચે જવુ ઉમેદવારોને ભારે પડ્યું.. મીટિંગ અધ્ધ વચ્ચે જ બંધ કરવાની ફરજ પડી. ગાંધીનગરના દહેગામ વિસ્તારમાં ભાજપનો વિરોધ કરાયો.. મધુરમાં દૂધ નહીં તો ભાજપને મત નહીંના બોર્ડ સાથે વિરોધ કરાયો... પ્રચાર કરનાર ભાજપના લોકોના કાફલાને રોકવામાં આવ્યો. આ તમામ વચ્ચે ધાનેરાના ભાજપના આગેવાન અને ગત વિધાનસભા ધાનેરાના ઉમેદવાર ભગવાનદાસ પટેલનો મતદારોને ચેતવણી આપતો વીડિયો વાઇરલ થયો... 150 કરોડ રૂપિયાના ખર્ચે ધાનેરામાં 87 તળાવો ભરવા પાઇપ લાઈન આવી છે... જો ભૂલ કરશો તો અમારા પગ તમારા કામ કરવા ગાંધીનગર નહિ ઉપડે.





















