Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
મોરબી તાલુકાના આંદરણા ગામની પ્રાથમિક શાળામાં એક શિક્ષક નશાની હાલતમાં અને દારૂની બોટલ સાથે મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, હવે આ મામલે શિક્ષણ વિભાગ અને પોલીસ હરકતમાં આવી છે. આંદરણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આ મામલે હિંમતપૂર્વક નિવેદન આપ્યું છે અને કહ્યું કે, શિક્ષક દારુ પીને વિદ્યાર્થીઓને મારે છે. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર શિક્ષક રાજુભાઈ શાળામાં દારૂની બોટલ સાથે આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા કરી છે કે શિક્ષક અવારનવાર નશો કરીને શાળાએ આવે છે. આ ઘટનાની જાણ થતા જ આંદરણા ગામના મહિલા સરપંચના પતિ નિતેશ ચાવડા તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. તેમણે આ મામલે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.






















