Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
આવતીકાલે 8 માર્ચને રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. દેશના અલગ અલગ રાજ્યમાંથી લોકો મેચ જોવા માટે અમદાવાદ પહોંચી રહ્યા છે. હવે આમાં T20 વર્લ્ડ કપ ભારત Vs ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચની ટિકિટને કાળાબજારી સામે આવી છે. મળતી માહિતી મુજબ બ્લેકમાં ટિકિટ વેચાઈ રહી હતી જે અંગે જાણ થતા તે ઈસમની ધરપકડ કરવામાં આવી છે. અહીં એક યુવક ઓનલાઇન ટિકિટ ખરીદીને સ્ટેડિયમ બહાર વધારે રુપિયા લઈ વેચાણ કરતો હતો. બાતમીના આધારે LCB ઝોન-2ની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ પાસેથી ટિકિટો વેચતા એક યુવકને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કાળાબજારના આ નેટવર્કમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.






















