Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?

Continues below advertisement

સુરતમાં સોપારી કોણે ફોડી તે સવાલ ચોક્કસથી થાય... તે પાછળનું કારણ છે... શનિવારે થયેલું ડિમોલિશન....  કોઈ પણ નોટિસ નહીં, અગાઉથી કોઈ મૌખિક જાણ નહીં... બસ 100થી વધુ મકાનોનું ડિમોલિશન કરી દેવાયું.. તો આ મામલે તો કોર્પોરેશને હાથ ઉંચા કરી લીધા કે, અમને જાણ નથી,.. અમે આદેશ નથી કર્યો... 

સમગ્ર ઘટના પર નજર કરીએ તો.... સુરત શહેરના કતારગામમાં આવેલા નાસીરનગર સ્લમ એરિયામાં શનિવારે ડિમોલિશન થયું.. 100થી વધુ  મકાન તોડી ગરીબોનો રસ્તા પર લવાયા બાદ હવે આ મકાન કોણે અને કયા નિયમ હેઠળ તોડ્યા તે સ્વીકારવા કોઈ તૈયાર નથી....  ડીમોલીશન સમયે મહાનગરપાલિકાના કર્મચારીઓ  અને પોલીસની હાજરી હોવા છતા પણ મહાનગરપાલિકા તરફ ઈન્કાર કરવામાં આવી રહ્યો છે... ફરી ફરીને સવાલ ત્યાં જ થાય છે કે, આ મકાન કોણે અને શા માટે તોડ્યા... 

કૉંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાનો ગંભીર આરોપ લગાવ્ય કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટ સુધી પહોંચવા માટે રસ્તો બનાવવા માટે નડતરરૂપ બાંધકામોને તાત્કાલિક દૂર કરવા ડિમોલિશનની કાર્યવાહી કરાઈ. 

કતારગામના ભૂતિયા ડિમોલિશન બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે સ્પષ્ટ કહ્યું કે, smc લાઇન દોરી માટે ગયા હતા.... તેના માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો... પાલિકાએ ડિમોલિશન કર્યું નથી. ડિમોલિશન કઈ રીતે થયું તે તપાસનો વિષય છે.અમે તપાસના ઓર્ડર આપ્યા છે,

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola