Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટેરિફ તિકડ્મ!
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. જેને ભારત સાથે દગો કર્યો. ભારત પર અમેરિકાનો 25 ટકા ટેરિફ આજથી અમલી બન્યો છે. બુધવારના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત રશિયા પાસેથી ઓઈલની ખરીદી શરૂ રાખતા વધુ 25 ટકા ટેરિફ લાદ્યો.. જેનો 27 ઓગષ્ટથી અમલ થશે... આ સાથે જ ભારત એવો પહેલો દેશ છે કે જેના પર પેનલ્ટી ટેરિફ લાદવામાં આવ્યો... આ સાથે જ ભારત હવે બ્રાઝિલની સાથે સૌથી વધુ US ટેરિફ ધરાવતો દેશ બની ગયો... ચૂંટણી પહેલા ચીનને સૌથી મોટો દુશ્મન ગણાવનારા ટ્રમ્પે ચીન પર ફક્ત 30 ટકા ટેરિફ લાદ્યો છે અને તેને 90 દિવસનો વધારો પણ આપ્યો છે. બીજી તરફ ભારતના દુશ્મન એવા પાકિસ્તાન પર 19 ટકા ટેરિફ લાદ્યો છે.






















