Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે છૂટા હાથે લ્હાણી કરી હોવાના ગંભીર આરોપ સાથે ABVPના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો. ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ આવેદન પાઠવી કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
ABVPના કાર્યકરોના હોબાળા બાદ ઈન્ચાર્જ કુલપતિ ઓફિસમાંથી રવાના થઈ ગયા હતા અને તપાસ કમિટીની તાત્કાલિક બેઠક બોલાવી હતી. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા તમામ 10 લોકોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા. યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિએ તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં ખોટી રીતે પગાર ચૂકવવામાં આવ્યા અને નિયમ વિરુદ્ધના પદ પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ આપ્યા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી. અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર એક સાથે 10 અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.