Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?

Continues below advertisement

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના હલગામ, પાડી દોધનવાડી સહિતના એક ડઝનથી વધુ ગામના આદિવાસી ખેડૂતો આજે પહોંચ્યા હતા જંગલ જમીન પર ખેડાણ કરવા. એક તરફ ખેડૂતો ખેડાણ કરી રહ્યા હતા જો બીજી તરફ ચારે કોર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આદિવાસીઓ જ્યાં ખેડાણ કરી રહ્યા છે તે જંગલની વિસ્તાર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવે છે જોકે બે દસકથી આ ખેડૂતો અહીં જ ખેતી કરતા હતા પરંતુ આ બંદોબસ્ત પાછળનું કારણ ચોંકાવનારુ છે. વનવિભાગે છેલ્લા 2 વર્ષથી અહીં સાગબારાના ખેડૂતો માટે ખેડાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે કારણ છે આ વિસ્તારમાં બે વર્ષ અગાઉ બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટના વિસ્તારમાં આદિવાસીઓ પાસે જંગલ જમીન ખેડી ચુલો સળગાવવા સિવાય કોઈ રસ્તો નથી. બે વર્ષ તો જેમતેમ કાઢ્યા પણ હવે ફરીથી અહિયા ખેડાણ શરૂ કરતા ઘર્ષણ થવાના પૂરા સંજોગ હતા એટલે જ તો વનવિભાગે માંગેલા બંદોબસ્તને લઈ પોલીસ અને SRP ખડકી દેવામાં આવી હતી. આરોપ છેકે વનવિભાગ અંહી સાગબારા તાલુકાના આદિવાસીઓને ખેતી કરવા દેવા માંગતી નથી અને એટલે જ ખેડૂતોને ખેતી કરતા રોકવા બંદોબસ્ત ગોઠવાયો. 

સાગબારાના આદિવાસીઓએ આ જંગલ જમીન ખેડવાની હિમ્મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવાની હાંકલ પર કરી છે. વનવિભાગ આદિવાસીઓને રંજાળતુ હોવાના આક્ષેપ સાથે ગઈકાલે જ ભાજપ સાંસદની આગેવાનીમાં આદિવાસીઓનું સંમેલન મળ્યુ જેમાં આદિવાસીઓની સાથે સ્થાનિક નેતાઓ પણ જોડાયા. અહીં મનસુખ વસાવાએ ઉમરપાડાની જંગલની જમીનમાં ખેડવાનું આહ્વાન ખુદ સાંસદે કર્યું જેને ધારાસભ્ય સહિત તમામે સમર્થન કર્યું. આવો સાંભળિએ ખેડૂત આદિવાસીઓને જંગલની જમીનમાં ખેતી કરવા સાંસદે કેવી રીતે આહ્વાન કર્યુ અને ધારાસભ્યએ કેવી રીતે સમર્થન કર્યું

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola