Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
અમદાવાદમાં ગઈકાલે મોડી રાતે વૃક્ષ કાપવાના વીડિયો સામે આવ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં મોટો ખુલાસો થયો છે.. ચિત્રા પબ્લિસિટી નામની એડ એજન્સીએ મહાનગરપાલિકાની પરવાનગી વગર વૃક્ષ કાપ્યા હોવાનો ખુલાસો થયો છે. ગાર્ડન વિભાગે તપાસ કરી તો જાણવા મળ્યું કે વૃક્ષ કાપનાર કર્મચારી મહાનગરપાલિકાનો નહોતો. જે સ્ટીકર AMTSનું લગાવવામાં આવ્યુ હતુ તે વાહન પણ AMTS વિભાગમાં કાર્યરત નથી. સમગ્ર મામલે ગંભીરતા દાખવી ગાર્ડન વિભાગે એડ એજન્સીને દસ લાખનો દંડ ફટકારવા માટે મનપા કમિશનર સમક્ષ માગ કરવામાં આવી છે. અગાઉ પણ ચિત્રા પબ્લિસિટી અને ઝવેરી એન્ડ કંપનીએ વૃક્ષ કાપ્યા હતા. જેને લઈને એસ્ટેટ વિભાગે 50 લાખનો દંડ ફટકાર્યો હતો.





















