Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાના ધામમાં પાપ
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દિનદયાલ પ્રાઇમરી સ્કૂલ નંબર 342 અને 351માં નોનવેજ પીરસવામાં આવ્યું. સરકારી સ્કૂલમાં 1987થી 1991ના ધોરણ 7ના વિદ્યાર્થીઓનું રવિવારે ગેટ-ટુ ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ચિકન-મટન પીરસવામાં આવ્યું હતું. આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલે કર્યું હોવાની ચર્ચા છે. ગેટ ટુ ગેધરમાં નોનવેજ પીરસવાનો વીડિયો પણ સામે આવ્યો છે. 38 વર્ષ બાદ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા. અને ગેટ-ટુ ગેધર યોજાયું હતું. આ ગેટ-ટુ ગેધરની અંદર ચિકન અને મટનની પાર્ટી રાખવામાં આવી હતી. અને દાવો છે કે, સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર હતા. સ્કૂલની અંદર નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનું સામે આવતા જ હોબાળો મચ્યો. ત્યારબાદ અમારા સંવાદદાતાએ શાળાના આચાર્ય સાથે ટેલિફોનિક વાત કરી તો, આચાર્ય પ્રભાકરનું કહેવું હતું કે, અમેરિકાથી આચાર્ય અને શિક્ષકો આવ્યા હતા. સમાજના આગેવાનો પણ હતા. એટલે આવું મેનુ રાખવામાં આવ્યું હતું.. આ અંગે સમિતિમાં જવાબ આપીશ.





















