Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
સૂર્યાસ્ત બાદ વીજળીનું ઉત્પાદન ઘટતા રાજ્યમાં વીજ સંકટની શરૂઆત.. કચ્છ-સૌરાષ્ટ્રમાં કોલસાની તંગ, ઓછા વરસાદ અને ડેમોમાં ઓછા જળસ્તરને લીધે વીજ ઉત્પાદનમાં ઘટાડો થયો છે.. વીજ અછતને પહોંચી વળવા માટે પ્રશાસને ગ્રામીણ વિસ્તાર બાદ હવે ઔદ્યોગિક એકમોમાં લોડ શેડિંગ શરૂ કર્યું છે
રાજકોટના ઔદ્યોગિક વિસ્તારોમાં દર બુધવારે સાંજે ચાર વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી વીજકાપ રહેશે.. ચેમ્બર ઓફ કોમર્સે પત્ર લખીને તમામ ઔદ્યોગિક એસોસિએશનને વીજ કાપ અંગે જાણ કરી છે.. PGVCL સાથે બેઠક બાદ ચેમ્બર ઓફ કોમર્સે વીજકાપના નિર્ણયની જાણ કરી છે.. જો કે સતત પ્રોસેસિંગ કરતા યુનિટને આ વીજકાપમાંથી બાકાત રાખવામાં આવ્યા છે..
ગોધરા વર્તુળ હેઠળ આવતા ઔદ્યોગિક એકમોને MGVCLએ પાઠવ્યો પત્ર.. ગોધરા વર્તુળ હેઠળ આવતા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મંગળવારે બપોરે 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.. MGVCLએ ત્રણેય જિલ્લાના ઔદ્યોગિક એકમોના પ્રમુખોને પત્ર લખીને વીજ કંપનીની સૂચનાનું પાલન કરવા અને નિર્ધારિત સમય દરમિયાન વીજ વપરાશ બંધ રાખવાનો આદેશ કર્યો..
પાટણ જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમોમાં હવે રવિવારે રહેશે વીજકાપ.. UGVCLએ જાહેર કરેલા નવા શેડ્યુઅલ મુજબ પાટણ જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમોમાં દર રવિવારે બપોરે 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી વીજ કાપ અમલમાં રહેશે.. હાલમાં વીજ પુરવઠાની માગ અને સપ્લાયની સ્થિતિને સંતુલિત કરવા, ગ્રાહકની સલામતી જાળવવા માટે ઔદ્યોગિક એકમોમાં બપોરે 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી વીજ કાપ મુકી વીજ કટોકટીને હળવી કરાશે.
દાહોદ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મંગળવારે રહેશે વીજ કાપ..MGVCLએ દર મંગળવારે બપોરના 4 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી વીજકાપ રહેવાની ઔદ્યોગિક એકમો માટે જાહેરાત કરી છે.. વીજ માગને પહોંચી વળવા માટે MGVCLએ આ નિર્ણય કર્યો છે.. એટલુ જ નહીં. શહેરમાં પણ મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે મંગળવારે સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે વીજકાપ રહેશે..
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ઔદ્યોગિક એકમો માટે મંગળવારે એક દિવસ વીજ વપરાશ નહીં કરવા અપીલ કરી છે.. મંગળવારે રાબેતા મુજબ વીજ પુરવઠો ચાલુ રહેશે.. પરંતુ ઔદ્યોગિક એકમોને વીજ વપરાશ ન કરવા UGVCLએ અપીલ કરી છે..
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ વીજ વપરાશના મુદ્દે PGVCL સમક્ષ રજૂઆત કરી છે.. નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમિયાન વીજળીની માગ વધુ હોય છે.. ત્યારે વીજ વપરાશને લઈ ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને રાહત આપવા અપીલ કરાઈ.. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ મુજબ અપૂરતા વરસાદને લીધે ખેડૂતોની સાથે ઉદ્યોગોને પણ રોજિંદી કામગીરી અને ઉત્પાદન જાળવી રાખવા માટે વીજ પુરવઠો જરૂરી છે.. જેથી ઉદ્યોગોને સાંજના ચાર વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી વીજ વપરાશમાં રાહત આપવાની આવે.. બેઠકમાં અગાઉ વીજ પુરવઠા સંબંધિત વ્યવસ્થામાં ફેરફારના કારણે ઉદ્યોગકારોને આયોજન કરવામાં મુશ્કેલી પડતી હોવાનો પણ મુદ્દો રજુ કરાયો..





















