Hun To Bolish : હું તો બોલીશ : યુદ્ધનું અલ્પવિરામ કે પૂર્ણવિરામ?
ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વકરવાના એંધાણ વચ્ચે જ અચાનક જ બપોરે એક મોટો વળાંક આવ્યો.... ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે નો દાવો કરતી પોસ્ટ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું કે, 'અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી મને જણાવતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે.' હું બંને દેશોને એક સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું... ટ્રમ્પની પોસ્ટ સાથે જ યુદ્ધ વિરામની વાતો પાક્કી થઈ ગઈ હતી.
થોડો સમય પછી ભારત વિદેશ મંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સ યોજવમાં આવી. જેમાં ભારતના વિદેશ સચિવે યુદ્ધ વિરામ થયાની જાણકારી આપી હતી. ટ્રમ્પના નિવેદનના ઠીક 30 મિનિટ પછી વિદેશ સચિવ વિક્રમ મિસરી સાંજે 6 વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ કરવા માટે આવ્યા.. 42 સેકન્ડના ભાષણમાં કહ્યું કે પાકિસ્તાનના ડીજીએમઓએ શનિવારે બપોરે 3 વાગ્યેને 35 મિનિટે ભારતીય ડીજીએમઓને ફોન કર્યો.. બંને દેશના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટ્રી ઓપરેશનના વચ્ચેની વાતચીતમાં આ મુદ્દે સહમતિ સધાઈ હતી. જેમાં શનિવારે સાંજે 5 વાગ્યાથી બંને પક્ષો ગ્રાઉન્ડ, એર અને સમુદ્ર એમ ત્રણે મોરેચ તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સહમત થયા હતા. આ કરારનો અમલ કરવા બંને પક્ષોને સૂચના આપવામાં આવી હતી. બંને પક્ષો 12 મેના રોજ બપોરે 12 વાગ્યે ફરી વાત કરશે..
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત વિદેશ મંત્રાલય બાદ સંરક્ષણ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થઈ. જેમાં કોમોડોર રઘુ નાયરે કહ્યું કે અમે તમામ લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સર્વસંમતિ પર પહોંચી ગયા છીએ. અમે તમને છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓ વિશે માહિતી આપી છે.





















