HIV દવાની પેટેન્ટ મેળવનાર સુરેન્દ્રનગરના તબીબને ISએ શું આપી ધમકી? જુઓ વીડિયો
Continues below advertisement
સુરેન્દ્રનગરઃ શહેરના જાણીતા અને ડબલ્યુએચઓના સભ્ય એવા સંશોધક ડોક્ટરને આઇએસઆઇએસના નામે પત્ર લખીને ગળું કાપી નાખવાની ધમકી આપવામાં આવતા દોડધામ મચી છે. સુરેન્દ્રનગરમાં રહેતા અને બાયો ટેકનોલોજીના ક્ષેત્રમાં આગવી રીતે સંશોધન કરીને વિશ્વ કક્ષાએ પોતાનું નામ ધરાવતા ડો.મુકેશભાઇ શુકલના ઘરે એક અરબી ભાષામાં લખેલો પત્ર આવ્યો હતો. આ પત્ર આઇએસઆઇએસના નામે લખાયો હતો. જેમાં ડો.શુકલે એચઆઇવી પર સંશોધન કરીને દવાની પેટેન્ટ મેળવી છે. જે પેટેન્ટ પોતાને આપી દેવાની આઇએસઆઇએસે માંગણી કરી છે. જો તેમ કરવામાં નહી આવે તો ગળુ કાપી નાખવાની ધમકી આપી છે. આટલુ જ નહી પરંતુ આ દવાની પેટેન્ટ વેચીને તેમાંથી મળતા રૂપિયા આતંકવાદ માટે વાપરવાનુ પણ જણાવ્યુ હતું.
Continues below advertisement