મહારાષ્ટ્ર: 2000 ફૂટ ઉંડી ખાઈમાં પડતા બે યુવકોના મોત, વીડિયો વાયરલ

Continues below advertisement

મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં અંબોલી ધાટમાં 2 હજાર ફુટ ઉંડી ખાઈમાં પડી જવાના કારણે બે યુવકોના મોત થયા છે. તેમની મોતનો વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે પરંતુ તેમના શબને હજી સુધી હાથ નથી લાગ્યા. પોલીસના કહેવા પ્રમાણે આ ઘટના 1 ઓગસ્ટના પિકનીક સ્પોટ અંબોલી ધાટ પાસે બની હતી. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઈમરાન અને પ્રતાપ રાઠોડ 7 લોકના સમુહ સાથે ફરવા માટે આવ્યા હતા. આ બંને યુવકો ઉંડી ખાઈમાં પડ્યા હતા, હજી સુધી તેમના શબ નથી મળ્યા.

પોલીસના આ ઘટના વિશે સ્થાનિક લોકો અને દુકાનદારોને કારણે ખબર પડી હતી. બંનેની ભાળ મેળવવા માટે હિલ રાઈડર્સ ગુપ અને ટ્રેકર્સને કામે લગાવવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram