Ahmedabad: મનપાના AIMIMના કોર્પોરેટરનું પદ જોખમમાં, ત્રીજુ બાળક આવતા થયો નિયમ ભંગ અને.. Watch Video

Ahmedabad: મનપાના AIMIMના કોર્પોરેટરનું પદ જોખમમાં, ત્રીજુ બાળક આવતા થયો નિયમ ભંગ અને.. Watch Video

અમદાવાદના મકતમપુરા વોર્ડના AIMIM પાર્ટીના કોર્પોરેટર મહંમદ જુબેર પઠાણને ત્રીજુ સંતાન થતાં તેમનું કોર્પોરેટર પદ ગુમાવી પડી શકે છે. જુબેર પઠાણને સંતાન થતાં આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પુરાવા સામે અરજી થઈ હતી. જે બાદ તપાસ કરવામાં આવી છે અને આ મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

મળતી માહિતી મુજબ વર્ષ 2021માં થયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં AIMIM પાર્ટીમાંથી મક્તમપુરા વોર્ડમાંથી મહંમદ જુબેર પઠાણ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નિયમ કોર્પોરેટરને બે સંતાનથી વધારે હોય તો તે ચૂંટણી લડી શકે નહીં. બાદમાં પણ તેને ત્રીજુ સંતાન થાય તો તે કોર્પોરેટર પદ પર રહી શકે નહીં. તેઓને ચૂંટણી સમયે બે સંતાનો હતા. જેમાં સુત્રો દ્વારા માહિતી મળી છે કે, ગત ઓક્ટોબર 2024માં તેઓના ઘરે ત્રીજા સંતાનનો જન્મ થયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola