Ahmedabad: અમદાવાદના સાણંદમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી ઝડપાઈ, 81 યુવક-યુવતીઓ સામેલ હતા

Continues below advertisement

અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં આવેલા નિર્માણ ગ્રીન બંગલોઝમાં મોડી રાત સુધી ચાલતી એક ભવ્ય પાર્ટી પર પોલીસએ અચાનક દરોડો પાડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લગ્નના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કરવામાં આવેલી આ ખાનગી પાર્ટી, દારૂ અને હુક્કાની મહેફિલમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન ત્યાંથી દારૂની બોટલો, હુક્કા સહિતના સાધનો તેમજ લક્ઝુરીયસ કારો જપ્ત કરવામાં આવી હતી. બંગલોઝમાં DJ મ્યુઝિક, લાઇટિંગ અને ફૂડ કાઉન્ટર સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બહારથી જોતા આ માત્ર એક પરિવારિક ઉજવણી લાગી રહી હતી, પરંતુ અંદર ચાલી રહેલી ગેરકાયદે પ્રવૃત્તિઓએ કાયદા વ્યવસ્થાને ખુલ્લો પડકાર આપ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન કુલ 80 લોકોની અટકાયત કરી હતી, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે. પકડાયેલી 38 યુવતીઓને નોટિસ આપી જવા દેવાઈ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola