સફાઇ કર્મચારીઓની હડતાળને પગલે અમદાવાદ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં સતત પાંચમા દિવસે સફાઈ કામદારોની હડતાળ યથાવત છે. સફાઈ કામદારો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર.ખરસાણ અને સોલિડ વેસ્ટ ડાયરેકટર હર્ષદ સોલંકી સામે ફરિયાદ નોંધવાની માંગ પર અડગ છે. જ્યાં સુધી ફરિયાદ નહીં નોધાઈ કામદારોએ હડતાળ પરત નહીં ખેચવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ શહેરમાં સફાઈ કર્મચારીઓની હડતાળના કારણે શહેરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાયુ છે. પાંચ-પાંચ દિવસ છતા સફાઈ કામદારો કામ પર ન આવતા અનેક વિસ્તારમાં કચરાપેટીઓ કચરાથી ઉભરાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
Continues below advertisement