Fake Paneer In Ahmedabad : અમદાવાદીઓ ચેતજો..! આ વિસ્તારમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થો
અમદાવાદના સોલા વિસ્તારમાંથી અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો હતો. આર.કે. ડેરી પ્રોડક્ટમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને 14 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે વેજલપુરની વિજય ડેરીમાંથી 110 કિલો, નરોડા જીઆઈડીસી વિસ્તારની ક્રિષ્ના ડેરીમાંથી 49 કિલો અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરાયો હતો. ચાલુ મહિના દરમિયાન લેવામાં આવેલા સેમ્પલમાં પનીર શંકાસ્પદ જણાતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે.
તો નિકોલ વિસ્તારના બારબેક્યુનેશનમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછુ આવતા નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે ઠક્કરબાપાનગરની જયકલ્યાણ ફાસ્ટફુડમાં વેજીટેબલ ફેટ ધરાવતુ પનીર મળતા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. નવરંગપુરા વિસ્તારની ક્રિષ્ના આલુ પરાઠામાં મિલ્ક ફેટની માત્રા ઓછી આવા સાત હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો વેજલપુરની જય ભવાની ભોજનાલય અને સેટેલાઈટ વિસ્તારની મા કી રસોઈ નામના એકમને પણ દસ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરખેજની રિયલ પેપ્રિકા અને અમરાઈવાડીના પીઝાર્ટે એકમને પણ દસ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.























