Ahmedabad news : વધુ એક ગુજરાતી પરિવાર ફસાયો વિદેશમાં, લંડન જતો પરિવાર વિદેશમાં બંધક બનાવાયો
Continues below advertisement
વધુ એક ગુજરાતી પરિવાર ફસાયો વિદેશમાં. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતું દંપતી તેના 2 પુત્રો સાથે લંડન જવા નીકળ્યું હતું. જો કે, દુબઈથી ગુમ થઈ જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા. એજન્ટોએ પરિવારજનોને ફોન કરી 1 કરોડની ખંડણી માગી. એટલું જ નહીં, એક પુત્રનો લોહીથી લથપથ ફોટો પણ બતાવ્યો. તુરંત પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ તપાસમાં વલસાડના એક એજન્ટનું નામ ખુલ્યું છે.. બંધક બનાવાયેલા પરિવારને આફ્રિકન દેશમાં અજાણ્યા સ્થળ પર રખાયાનું મનાઈ રહ્યું છે. બંધક બનાવાયેલા પરિવારે લંડન જવા એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટે વ્યક્તિ દીઠ 25 લાખનું નક્કી કર્યું હતું. દંપતી તેના બે બાળકો સાથે સૌ પ્રથમ દિલ્લી ગયા હતા.. ત્યાં 3 દિવસ રોકાયા બાદ શ્રીલંકા અને ત્યાંથી દુબઈ ગયા હતા. દુબઈ સુધી પરિવાર સંપર્કમાં હતો. બાદમાં સંપર્ક તૂટી ગયો હતો.
Continues below advertisement
Tags :
Ahmedabad NewsJOIN US ON
Continues below advertisement