Ahmedabad News : અમદાવાદમાં અખાદ્ય પદાર્થનું વેચાણ કરનારા સામે તંત્રની લાલ આંખ

Continues below advertisement

Ahmedabad News : અમદાવાદમાં અખાદ્ય પદાર્થનું વેચાણ કરનારા સામે તંત્રની લાલ આંખ

અમદાવાદમાં અખાદ્ય પદાર્થનું વેચાણ કરનારા એકમો સામે લાલ આંખ. જાન્યુઆરી મહિનામાં ફૂડ વિભાગે 570 ખાદ્ય પદાર્થના લીધા હતા સેમ્પલ. ડ્રાયફૂટ ગોળ સહિત 56 શિયાળુ પાક, 14 દૂધની બનાવટની મીઠાઈના લીધા હતા સેમ્પલ. 17 બેકરી પ્રોડકટના ફૂડ વિભાગે લીધા હતા સેમ્પલ. ઊંધિયાના 10 અને જલેબીના 41 નમૂના પણ પરીક્ષણમાં મોકલાયા હતા. ઉસ્માનપુરામાં સવાઈ ભોજ નામના એકમમાં ગંદકી જોવા મળતા કરાઈ સીલ. બહેરામપુરાની શૈલેષ પાણીપુરી સેન્ટરમાં ગંદકી હોવાથી કરાઈ સીલ. જુહાપુરામાં અફઝલ ઝવેરી પાસે ખાદ્યપદાર્થના વેચાણનું લાઈસન્સ ન હોવાથી સીલ. શાહીબાગની રાધે ડેરીનું પનીર લો ફેટ મળતા એકમને કરાયું સીલ. કૃષ્ણનગરમાં જય અંબે પાત્રા હાઉસના એકમને કરાયું સીલ. અખાદ્ય પાત્રાનું વેચાણ કરતા કરાઈ કાર્યવાહી. ઈન્દ્રપુરી વિસ્તારની શ્રીરામ ચોરાફળી સેન્ટરની ચટણી નીકળી બિન આરોગ્યપ્રદ. બિન આરોગ્યપ્રદ ચટણી મળતા શ્રીરામ ચોરાફળી સેન્ટરને કરી દેવાયું સીલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola