Gujarat Weather : આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી, જુઓ અહેવાલ

Continues below advertisement

Gujarat Weather : આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી, જુઓ અહેવાલ

હજુ 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી. હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતો ચિંતાતૂર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છવાયું વાદળછાયું વાતાવરણ. આગામી સપ્તાહ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નહીંવત. ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે 2 ફેબ્રુઆરી સોમવારના દિવસે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે તબાહી મચાવી હતી. સુત્રાપાડા–કોડીનાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. રવિ પાક પર અચાનક માવઠાનો માર પડતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોના ઘઉં, બાજરી સહિતના પાકો જમીન પર ઢળી ગયા. પાંચ મહિનાની મહેનત એક કલાકના વરસાદમાં બરબાદ થઈ ગઈ હતી.

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola